Maharashtra Education Board

Maharashtra Education Board: મહારાષ્ટ્રના એજ્યુકેશન બોર્ડનો ગજબનો ફતવો; હવે સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ સ્ટૅમ્પ પેપર પર લખી આપવી પડશે

Maharashtra Education Board: સ્કૂલ સામે સખત પગલાં લેવાને બદલે વાલીઓને આરોપીના પાંજરામાં મૂકીને તેમની પાસેથી સ્ટૅમ્પ પેપર પર અરજી મગાવે છે એની આકરી ટીકા પણ વાલીઓએ કરી હતી.

અમદાવાદ , ૨૬ જુલાઈ: Maharashtra Education Board: સ્કૂલના વિરોધમાં કોઈ પણ ફરિયાદ કરવી હોય તો એ 100 રૂપિયાના સ્ટૅમ્પ પેપર જ આપવી પડશે એવું વિચિત્ર ફરમાન મહારાષ્ટ્ર સ્કૂલ એજ્યુકેશ બોર્ડે બહાર પાડ્યું છે. નારાજ વાલીઓના સંગઠને એ બાબતે વિરોધ દર્શાવ્યો છે.

આ પણ વાંચો…Amreli congress: લોકમાંગ ને લઈને અસરગ્રસ્ત લોકોની વ્હારે આવતો અમરેલી કોંગ્રેસ પરિવાર…..

હાલમાં જ  મહારાષ્ટ્ર સ્કૂલ એજ્યુકેશ બોર્ડના (Maharashtra Education Board) સેક્રેટરીએ નવો સર્ક્યુલર બહાર પાડ્યો છે, એ મુજબ કોઈ પણ શાળા વિરુદ્ધમાં ફરિયાદ કરવી હશે તો 25 ટકા વાલીઓએ 100 રૂપિયાના સ્ટૅમ્પ પેપર પર લખીને આપવું પડશે. ત્યાર બાદ સંબંધિત પ્રકરણ શુલ્ક નિર્ધારણ સમિતિ પાસે સુનાવણી માટે મોકલવામાં આવશે. એની સામે વાલીઓએ વાંધો ઉઠાવ્યો છે.

Whatsapp Join Banner Guj

ઇન્ડિયા ઇટ પેરેન્ટ્સ ઍસોસિયેશનના કહેવા મુજબ 25 ટકા વાલીઓ પાસેથી સ્ટૅમ્પ પેપર પર અરજી માગનારા સેક્રેટરીએ (Maharashtra Education Board) અત્યાર સુધી કેટલી ખાનગી સ્કૂલના ઑડિટ કરાવીને માહિતી લીધી છે. મનફાવે એવી ફી વસૂલ કરનારી કેટલી સ્કૂલની માન્યતા તેઓએ અત્યાર સુધી રદ કરી છે? એની માહિતી તેઓ પહેલા અમને આપે. વાલીઓ સ્કૂલના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે, એ સ્કૂલ સામે સખત પગલાં લેવાને બદલે વાલીઓને આરોપીના પાંજરામાં મૂકીને તેમની પાસેથી સ્ટૅમ્પ પેપર પર અરજી મગાવે છે એની આકરી ટીકા પણ વાલીઓએ કરી હતી.