emergency srilanka

Sri Lanka declares 36-hour lockdown: શ્રીલંકામાં કટોકટીની જાહેરાત બાદ આજથી 36 કલાક સુધી દેશમાં લોકડાઉનનું એલાન- વાંચો સંપૂર્ણ વિગત

Sri Lanka declares 36-hour lockdown: શનિવાર એટલે કે આજથી 36 કલાકનું રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. કર્ફ્યુ શનિવાર સાંજથી લાગુ થશે અને સોમવાર સવારે હટાવવામાં આવશે

નવી દિલ્હી, 02 એપ્રિલઃSri Lanka declares 36-hour lockdown: શ્રલંકામાં કટોકટીની જાહેરાત બાદ હવે શનિવાર એટલે કે આજથી 36 કલાકનું રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. કર્ફ્યુ શનિવાર સાંજથી લાગુ થશે અને સોમવાર સવારે હટાવવામાં આવશે. સરકારે કર્ફ્યુ લગાવવા પાછળ સાર્વજનિક વ્યવસ્થાની સુરક્ષાનો અહેવાલ આપ્યો છે. હાલ શ્રીલંકાના અલગ-અલગ ભાગમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આગચંપીની પણ કેટલીક ઘટનાઓ સામે આવી છે.

શ્રીલંકા વર્તમાનમાં એતિહાસિક આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને ઈંધણ, રાંધણ ગેસ તથા અન્ય આવશ્યક વસ્તુઓ માટે લોકોની લાંબી લાઈનો જાવા મળી રહી છે. પાર્ટી મહાસચિવ અને મંત્રી દયાસિરિ જયશેખરાએ કહ્યું કે કેન્દ્રીય સમિતિએ શુક્રવારના નિર્ણય લીધો કે સંસદમાં પ્રતિનિધિત્વવાળા તમામ દળોને સામેલ કરી સરકારના ગઠનને લઇને આગ્રહ કરવામાં આવે.

આ પણ વાંચોઃ Threatening to kill PM: NIAની મુંબઈની બ્રાંચને એક ઈ-મેઈલ દ્વારા વડાપ્રધાન મોદીને મોરી નાંખવાની મળી ધમકી- વાંચો વિગત

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે શુક્રવારે મોટી રાત્રે એક વિશેષ ગેઝેટ નોટિફિકેશન જાહેર કરી શ્રીલંકામાં એક એપ્રિલ સુધી તત્કાલ પ્રભાવથી સાર્વજનિક કટોકટી લાગુ કરવાની જાહેરાત કરી. ગેઝેટ નોટિફિકેશનમાં રાષ્ટ્રપતિએ કહ્યું, મારી રાયમાં શ્રીલંકામાં સાર્વજનિક કટોકટી લાગુ કરવી સાર્વજનિક સુરક્ષા વ્યવસ્થા સાથે સાથે સમુદાયો માટે જરૂરી વસ્તુઓ અને સેવાઓની આપૂર્તિ બનાવી રાખવાના હિતમાં છે.

કોટકટીની જાહેરાત તે સમયે કરવામાં આવી જ્યારે કોર્ટે રાજપક્ષેના આવાસ સામે પ્રદર્શન માટે ધરપકડ કરવામાં આવેલા પ્રદર્શનકારીઓના એક ગ્રુપને જામીન આપનો આદેશ આપ્યો હતો. પ્રદર્શનકારીઓએ કહ્યું હતું કે, કોઈપણ રાજકીય ગ્રુપથી પ્રેરિત નથી અને તેમનો ઉદેશ્ય માત્ર જનતા દ્વારા જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેનો ઉકેલ સરકારી સ્તરેથી શોધવાનો છે.

આ પણ વાંચોઃ Kejriwal and bhagwant mann visit to ahmedabad:પંજાબ બાદ હવે ગુજરાત પર ફોકસ, કેજરીવાલ અને ભગવંત માન પહોંચ્યા અમદાવાદ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.