Cruise drug case witness prabhakar died

Cruise drug case witness prabhakar died: મુંબઈના ચર્ચિત ક્રૂઝ ડ્રગ્સ કેસના સાક્ષી એવા પ્રભાકર સૈલનું મોત, વાંચો વિગત

Cruise drug case witness prabhakar died: પ્રભાકરના વકીલ તુષાર ખંડારેના કહેવા પ્રમાણે ચેમ્બુરના માહુલ વિસ્તારમાં તેમના નિવાસસ્થાને હાર્ટ એટેક આવવાના કારણે પ્રભાકરનું અવસાન થયું

મુંબઇ, 02 એપ્રિલઃ Cruise drug case witness prabhakar died: મુંબઈના ચર્ચિત ક્રૂઝ ડ્રગ્સ કેસના સાક્ષી એવા પ્રભાકર સૈલનું શુક્રવારના રોજ અવસાન થયું છે. પ્રભાકરના વકીલ તુષાર ખંડારેના કહેવા પ્રમાણે ચેમ્બુરના માહુલ વિસ્તારમાં તેમના નિવાસસ્થાને હાર્ટ એટેક આવવાના કારણે પ્રભાકરનું અવસાન થયું છે. 

ઉલ્લેખનીય છે કે, પ્રભાકર સૈલે સમીર વાનખેડે પર મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં કરોડોની લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ સમીર વાનખેડે સામે તપાસ શરૂ થઈ હતી. આ કેસની તપાસ કરી રહેલી NCBની વિજિલેન્સ ટીમે પ્રભાકર સૈલને પુછપરછ માટે પણ બોલાવ્યો હતો. 

પ્રભાકર સૈલે દાવો કર્યો હતો કે, ક્રૂઝ પાર્ટી રેડ સમયે તે ગોસાવી સાથે હતો. તેના કહેવા પ્રમાણે કેપી ગોસાવીએ સૈમ ડિસૂજા નામના વ્યક્તિ સાથે ફોન પર 25 કરોડ રૂપિયાથી વાત શરૂ કરીને 18 કરોડ રૂપિયામાં ડીલ ફિક્સ કરવાની વાત કરી હતી. કેપી ગોસાવીએ NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને પણ લાંચ આપવાની વાત કરી હતી. 

આ પણ વાંચોઃ Sri Lanka declares 36-hour lockdown: શ્રીલંકામાં કટોકટીની જાહેરાત બાદ આજથી 36 કલાક સુધી દેશમાં લોકડાઉનનું એલાન- વાંચો સંપૂર્ણ વિગત

આ પણ વાંચોઃ 57 IPS Officers transeferred and 20 promoted: ચૂંટણી પહેલા રાજ્યમાં 57 IPS અધિકારીઓની બદલી, 20ને પ્રમોશન- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.