Sri lanka economic crisis

Sri lanka economic crisis: આજે દેશવ્યાપી આંદોલન જાહેર, સરકારે ૧૨થી ૧૫ કલાકનો વીજકાપ લાગુ, ૨.૨૫ કરોડ ઘરોમાં અંધારપટ્ટ

Sri lanka economic crisis: શ્રીલંકામાં આર્થિક કટોકટી સામે લોકરોષ ભભૂકી ઉઠયો હતો. શ્રીલંકાના પ્રમુખ ગોતાબાયા રાજપક્સેએ દેશભરમાં આર્થિક કટોકટી લાગુ કરી દીધી હતી તેના કારણે આક્રોશ વધ્યો

નવી દિલ્હી, 03 એપ્રિલઃ Sri lanka economic crisis: શ્રીલંકામાં આર્થિક કટોકટી સામે લોકરોષ ભભૂકી ઉઠયો હતો. શ્રીલંકાના પ્રમુખ ગોતાબાયા રાજપક્સેએ દેશભરમાં આર્થિક કટોકટી લાગુ કરી દીધી હતી તેના કારણે આક્રોશ વધ્યો હતો. કટોકટીના વિરોધમાં દેશવ્યાપી આંદોલન શરૃ થયું છે. ૧૨થી ૧૫ કલાકનો વીજકાપ લાગુ પડતાં લોકો પરેશાન થઈ ગયા છે. જીવનજરૃરિયાતની ચીજવસ્તુઓ ખરીદવાના પૈસા ખૂટી પડયા છે. દવાની ભારે અછત થઈ ગઈ છે. પેટ્રોલ-ડીઝલ લેવા માટે લોકોએ લાંબી લાઈનો લગાવી હતી.


શ્રીલંકાના પ્રમુખ ગોતાબાયા રાજપક્સેએ રાષ્ટ્રવ્યાપી કટોકટી જાહેર કરી દીધી હતી. પ્રમુખે કહ્યું હતું કે દેશમાં સપ્લાય સિસ્ટમને ગોઠવવા માટે કટોકટી લાગુ પાડવી જરૃરી છે. કાયદો વ્યવસ્થા જાળવવા માટે પગલું ભરવામાં આવ્યું છે અને તેમાં લોકો સહયોગ કરે. દેશવ્યાપી કટોકટી જાહેર  થયા બાદ લોકોમાં રોષ ભભૂક્યો હતો.

એક તરફ શ્રીલંકામાં આર્થિક બદહાલીના કારણે લોકો પાસે રોકડ ખૂટી પડી છે, બીજી તરફ સરકારે ૧૨થી ૧૫ કલાકનો વીજકાપ લાગુ પાડી દીધો છે. ગેસથી લઈને ખાંડ-ચા સહિતની ચીજવસ્તુઓ ખૂબ જ મોંઘી થઈ ગઈ છે અને એ લેવા માટે લાંબી લાઈનો લાગી ગઈ છે. આવી વિકટ સ્થિતિ વચ્ચે નાગરિકોની બનેલી સમિતિએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો શરૃ કર્યા છે. ૩જી એપ્રિલે એટલે કે આજે દેશવ્યાપી આંદોલન જાહેર થયું છે. લોકોએ મોટી સંખ્યામાં રાષ્ટ્રપતિના ઘરની સામે એકઠા થઈને વિરોધ પ્રદર્શનો કર્યા હતા.

આ પણ વાંચોઃ Cruise drug case witness prabhakar died: મુંબઈના ચર્ચિત ક્રૂઝ ડ્રગ્સ કેસના સાક્ષી એવા પ્રભાકર સૈલનું મોત, વાંચો વિગત

સુરક્ષાદળોએ તેમના પર બળપ્રયોગ કર્યો હતો અને ટીઅર ગેસના સેલ છોડયા હતા. તેનાથી લોકો વિફર્યા હતા અને હિંસાના બનાવો બન્યા હતા. લોકોએ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડયું હતું. કટોકટીના પગલે આખા શ્રીલંકામાં સૈન્ય તૈનાત થઈ ગયું છે.
પબ્લિક ઈમરજન્સીના પગલે લોકો વધારે વિકટ સ્થિતિમાં મૂકાઈ ગયા છે. ૫૦૦ વકીલો પાટનગરમાં ભેગા થયા હતા અને સરકાર સામે કાયદાકીય પગલાં ભરવાનો નિર્ણય લેવાયો હતો. ૫૪ની ધરપકડ પછી પાટનગરમાં લોકોના વિરોધ પ્રદર્શનો  વધી ગયા હતા. હિંસામાં ૨૭ જેટલાં ઘાયલ થયા હોવાના અહેવાલો પણ આવ્યા હતા.

દરમિયાન પાડોશી દેશને મદદ કરવા ભારતે ૪૦ હજાર મેટ્રિક ટન ડીઝલનો જથ્થો શ્રીલંકા મોકલ્યો હતો. ભારતે શ્રીલંકાને છેલ્લા થોડા દિવસમાં જ ચોથી વખત  આવી મદદ કરી હતી. શ્રીલંકામાં મોંઘવારીનો દર આસમાને પહોંચતા લોકોએ પેટ્રોલ-ડીઝલ વગેરે લેવા માટે લાંબી લાઈનો લગાવી હતી છતાં સામાન મળ્યો ન હતો.એક પેકેટ બ્રેડની કિંમત ૧૦૦ રૃપિયાએ પહોંચી હતી. તો એક કપ ચાનો ભાવ પણ ૧૦૦ રૃપિયાએ પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ Mask Free: મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્યના લોકોને પણ માસ્ક પહેરવાથી મળી મુક્તિ- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.