Kids mask

Mask mandatory in Maharashtra: ઉદ્ધવ સરકાર એક્શનમાં મોડમાં, ફરી રાજ્યમાં કોરોના સામે લડવા માટે માસ્ક ફરજિયાત કર્યું- વાંચો વિગત

Mask mandatory in Maharashtra: મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે 3 જૂનના રોજ જિલ્લા અને નગરપંચાયત અને મહાનગરપાલિકાને કોરોનાવાયરસનું ટેસ્ટિંગ વધારવા પણ સૂચન કરાયું

મુંબઇ, 04 જૂનઃ Mask mandatory in Maharashtra: દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત રાજ્યમાં કોરોના કેસમાં થઈ રહેલા સતત વધારાને કારણે ઉદ્ધવ સરકાર એક્શનમાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે ફરી રાજ્યમાં કોરોના સામે લડવા માટે માસ્ક ફરજિયાત કર્યું છે. 

મહારાષ્ટ્ર સરકારે કોવિડના કેસોમાં થયેલા વધારાને કારણે ખુલ્લી જગ્યાઓ સિવાય જાહેરમાં ફરજિયાત માસ્કનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે 3 જૂનના રોજ જિલ્લા અને નગરપંચાયત અને મહાનગરપાલિકાને કોરોનાવાયરસનું ટેસ્ટિંગ વધારવા પણ સૂચન કરાયું છે. 

લોકોએ ટ્રેન, બસ, સિનેમાઘરો, ઓડિટોરિયમ, ઓફિસો, હોસ્પિટલો, કોલેજો અને શાળાઓ જેવી બંધ જાહેર જગ્યાઓ પર માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ.

સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાનો કહેર વધતો થઈ રહ્યો છે. જુન મહિનાના ત્રણેય દિવસમાં કોરોનાના 1000થી વધુ કેસ નોંધાતા મહાવિકાસ અઘાડી સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે ચર્ચા કરવા ટાસ્ક ફોર્સની બેઠક બોલાવી હતી. આ બેઠકના સલાહ-સૂચનોના આધારે તાત્કાલિક ધોરણે માસ્ક ફરજિયાત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Unique Child Birth: એલિયન જેવા બાળકને જોઈને લોકો નવાઈ પામ્યા, નવજાત શિશુના શરીર પર કોઈ ચામડી નથી

ટાસ્ક ફોર્સે એ બાબતે પણ નારાજગી વ્યકત કરી હતી કે એક તરફ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ છેલ્લા એકાદ મહિનાથી ટેસ્ટિંગની સંખ્યામાં પણ ઉત્તરોતર ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

આ અંગે કલેક્ટર્સ, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને મુખ્ય કાર્યકારી અધિકારીઓને લખેલા પત્રમાં અધિક મુખ્ય સચિવ (આરોગ્ય વિભાગ) પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું કે તમામ જિલ્લાઓએ કુલ કોરોના ટેસ્ટિંગમાં RT-PCR પરીક્ષણ 60%થી વધુ હોવું જોઈએ જેથી ઝડપી કોરોના વાયરસનું સંક્રમણ પકડી શકાય અને તેને ફેલાતો અટકાવી શકાય.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં જ શુક્રવારે  કોરોનાના 763 નવા કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 1,068,008 થઈ ગઈ છે. શહેરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 16,567 લોકોના મોત થયા છે.

સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને BMC કમિશનર ઇકબાલ ચહલે સ્પષ્ટ સૂચનાઓ આપતા અધિકારીઓને કહ્યું કે,” દૈનિક કોરોના ટેસ્ટિંગની સંખ્યા વર્તમાન 8000 કોવિડ ટેસ્ટથી વધારીને 30,000થી વધુ કરવી જોઈએ.” હાલમાં શહેરમાં કોરોના સંક્રમણનો દર 8% પર પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ Newly built iconic bus port: પાલનપુર ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP)ના ધોરણે રૂ. 37.28કરોડના ખર્ચે નવનિર્મિત આઇકોનિક બસ પોર્ટનું CM પટેલ લોકાર્પણ કર્યુ

Gujarati banner 01