કોરોના સામે હારી ગયા જીવનની રેસ’ફ્લાઇંગ શિખ’, મોડી રાત્રે થયું મિલ્ખા સિંહ(Milkha Singh)નું નિધન

ચંદીગઢ, 19 જૂન: ‘ફ્લાઇંગ શિખ’ ના નામથી જાણિતા પ્રસિદ્ધ વેટરન એથલીટ મિલ્ખા સિંહ (Milkha Singh) અંતે કોરોના વાયરસ સામે જીંદગીની રેસ હારી ગયા છે. તેમણે શુક્રવારે મોડી રાત્રે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની પત્નીનું પણ 5 દિવસ પહેલાં જ કોરોનાના લીધે મોત થયું હતું. જેથી તે આધાતમાં હતા. તેમના(Milkha Singh) નિધન પર પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 

91 વર્ષીય ‘ફ્લાઇંગ શિખ’ (Milkha Singh) ને કોરોના થયો હતો. તે પહેલાં મોહાલીની નજીક હોસ્પિટલમાં થોડા દિવસ એડમિટ રહ્યા. તેમને ઘરે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરીથી તબિયત બગડતાં તેમને ફરીથી પીજીઆઇ ચંદીગઢમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમની પીજીઆઇમાં સારવાર ચાલી રહી હતી. તેમનો 2 દિવસ પહેલાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેમની તબિયતમાં સુધારો પણ હતો. 

આ દરમિયાન શુક્રવારે સવારે તેમની તબિયત બગડવાનું શરૂ થયું હતું. તેમનું ઓક્સિજન લેવલ ઘટીને લગભગ 56 આવી ગયું હતું. ત્યારબાદથી તેમને આઇસીયુમાં રાખીને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે 11:30 વાગે તેમને ચંદીગઢ પીજીઆઇમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ નરેંદ્ર મોદીએ મિલ્ખા સિંહ(Milkha Singh)ના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 

Milkha Singh

તેમના પરિવારના નિવેદન અનુસાર, ‘મિલ્ખા સિંહ (Milkha Singh) માટે દિવસો થોડા મુશ્કેલ હતા. પરંતુ તેઓ તેની સાથે સંઘર્ષ કરી રહ્યા છે.’ તેઓ ગયા મહિને કોવિડ-19 સંક્રમણ થયા હતા. કોવિડ-19 સંક્રમણ સામે લડતા તેમની પત્ની નિર્મલ કૌરનું રવિવારે મોહાલીની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું.

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં કોરોના 262 કેસ નોંધાયા, રિકવર રેટ 97.90 ટકાએ પહોંચ્યો