Navratri Puja at Sharda Temple in Kashmir: આઝાદી બાદ પહેલીવાર નવરાત્રિની પૂજા માટે કાશ્મીરના શારદા મંદિરમાં મોટી સંખ્યામાં પહોંચ્યા શ્રદ્ધાળુઓ
Navratri Puja at Sharda Temple in Kashmir: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ કહે છે કે આ એક ગહન આધ્યાત્મિક મહત્વનો વિષય છે કે 1947 પછી પહેલી વાર આ વર્ષે કાશ્મીરના ઐતિહાસિક શારદા મંદિરમાં નવરાત્રિ પૂજા-અર્ચના કરવામાં આવી
- Navratri Puja at Sharda Temple in Kashmir: વર્ષની શરૂઆતમાં ચૈત્ર નવરાત્રિ પૂજા મનાવવામાં આવતી હતી અને હવે શારદીય નવરાત્રિ પૂજાના મંત્રો મંદિરમાં ગુંજી ઉઠે છે
- ગૃહમંત્રીએ કહ્યું કે જીર્ણોદ્ધાર પછી 23 માર્ચ 2023ના રોજ મંદિર ફરીથી ખોલવાનું સૌભાગ્ય મળ્યું
- આ માત્ર ખીણમાં શાંતિની વાપસીનો સંકેત જ નથી આપતું, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણા દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જ્યોતને ફરીથી પ્રજ્વલિત કરવાનું પ્રતીક પણ છે
દિલ્હી, 16 ઓક્ટોબર: Navratri Puja at Sharda Temple in Kashmir: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, આ એક ગહન આધ્યાત્મિક મહત્વની વાત છે કે વર્ષ 1947 બાદ પહેલી વખત આ વર્ષે કાશ્મીરના ઐતિહાસિક શારદા મંદિરમાં નવરાત્રિની પૂજા-અર્ચના કરવામાં આવી છે. એક્સ પરની પોસ્ટમાં, તેમણે જણાવ્યું હતું કે વર્ષની શરૂઆતમાં, ચૈત્ર નવરાત્રિ પૂજાનું પાલન કરવામાં આવતું હતું અને હવે શારદીય નવરાત્રિ પૂજાના મંત્રો મંદિરમાં ગુંજી ઉઠે છે.
2nd Navratri-23: બીજું નોરતું; બ્રહ્મચારિણી દેવી શાંત અને મગ્ન થઈને તપ કરનારા દેવી છે.
અમિત શાહે કહ્યું હતું કે, જીર્ણોદ્ધાર પછી 23 માર્ચ, 2023નાં રોજ મંદિરને ફરી ખોલવાનું સૌભાગ્ય મને મળ્યું છે. આ માત્ર ખીણમાં શાંતિની વાપસીનો સંકેત જ નથી આપતું, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણા દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જ્યોતને ફરીથી પ્રજ્વલિત કરવાનું પ્રતીક છે.
