Positive story: 105 વર્ષીય દાદા અને તેમની 95 વર્ષીય પત્ની 9 દિવસ સુધી ICUમાં રહીને કોરોના સામે જીત મેળવી, સ્વસ્થ્ય થઇ ઘરે આવ્યા..!

Positive story

મુંબઇ, 03 મેઃ positive story: હાલ દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, લોકોના મૃત્યુ થઇ રહ્યાં આ હકીકત છે. પરંતુ તેની સાથે જે લોકો હાલ કોરોનાની સારવાર કરાવી રહ્યાં છે તેમના પરિવારજનોમાં ડરની લાગણી છે. તેઓ માટે ખાસ આ ઘટના છે. જો 105 વર્ષીય દાદા અને 95 વર્ષના તેમના પત્ની કોરોનાને માત આપી શકતા હોય. તો કોઇ પણ કરી શકે છે, ફક્ત મનોબળ મક્કમ રાખવાની જરુર છે. આ વાત છે, મહારાષ્ટ્રમાં 105 વર્ષીય ધેનુ ચાવન અને તેમનાં 95 વર્ષીય પત્ની મોટાબાઈની જેમણે તાજેતરમાં કોરોનાને હરાવ્યો છે. 24 માર્ચે કોરોના પોઝિટિવ આવતાં પતિ-પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. 9 દિવસ સુધી ICUમાં રહ્યા પછી સ્વસ્થ થઇને બંને ઘરે આવી ગયાં છે.

positive story

મોટાબાઈના દીકરા સુરેશે કહ્યું, 24 માર્ચે મારા 5 ફેમિલી મેમ્બરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. મારાં માતા-પિતા અને અન્ય 3 બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, મેં માતા-પિતાને હોસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું ત્યારે કટગાવ ગામવાસીઓએ મને ના પાડી. તેમનું માનવું હતું કે જે લોકો હોસ્પિટલમાં દાખલ થાય છે તેઓ ઘરે પાછા આવતા નથી. સુરેશે કહ્યું, માતા-પિતા બંનેને તીવ્ર તાવ હતો અને પિતાને પેટમાં દુખાવો પણ હતો, આથી મેં ગામવાળાનું સાંભળ્યા કરતાં બંનેને હોસ્પિટલમાં દાખલ કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તો હોસ્પિટલનું નામ સાંભળીને ડરી ગયા પણ પછી રિકવરી જલદી આવતાં સ્વસ્થ થઇ ગયાં. 5 એપ્રિલે પિતાને ડિસ્ચાર્જ કર્યા અને તેના બે દિવસ પછી માતાને રજા આપી.

positive story

હોસ્પિટલમાં આ કપલનું ધ્યાન રાખનારા ડૉ. હરકંચેએ કહ્યું, યોગ્ય નિર્ણય અને ઝડપથી હોસ્પિટલ આવી જતાં ફાસ્ટ રિકવરી આવી. જે પણ વ્યક્તિ કે તેમની ફેમિલીમાં કોઈને માઈલ્ડ લક્ષણો દેખાય તો પણ કોરોના ટેસ્ટ કરાવી સારવાર ચાલુ કરી દેવી જોઈએ. સુરેશે જણાવ્યું, મારા પિતા પહેલેથી દાન કરવામાં દિલદાર છે. થોડા સમય પહેલાં તેમણે ગામમાં સ્કૂલ બનાવવા માટે પોતાની જમીન દાનમાં આપી હતી. તેઓ માને છે કે જિંદગીમાં અત્યારસુધી કરેલાં સારાં કામને લીધે જ વાયરસ સામે લડવામાં તાકાત મળી.

આ પણ વાંચો…

વિદેશ અને અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતીઓની મદદે આવી ગુજરાત સરકાર(Gujarat government), લીધો મહત્વનો નિર્ણય