Prime Minister of Japan visits India

Prime Minister of Japan visits India: ચીન સાથેના તણાવ વચ્ચે જાપાનના પ્રધાનમંત્રી ભારતની મુલાકાતે; જાણો વિગત

Prime Minister of Japan visits India: ચીન સાથેના તણાવ વચ્ચે જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા ભારતની મુલાકાતે પહોચી ગયા છે.

નવી દિલ્હી, 19 માર્ચ: Prime Minister of Japan visits India: યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અને ચીન સાથેના તણાવ વચ્ચે જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા ભારતની મુલાકાતે પહોચી ગયા છે. આ મુલાકાત દરમિયાન જાપાની પ્રધાનમંત્રી આવનારા 5 વર્ષોમાં 42 અરબ ડોલરના રોકાણની જાહેરાત કરશે. પીએમ કિશિદા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ક્વોડ અને યુક્રેનને લઈને મહત્વપૂર્ણ ચર્ચા કરી શકે છે. 2022માં જાપાની પ્રધાનમંત્રી પહેલા એવા રાષ્ટ્રાધ્યક્ષ છે જે ભારતની મુલાકાતે આવ્યા છે.

કિશિદા ભારતને 2.5 અરબ ડોલરની લોન આપવા માટે પણ સહમત થઈ શકે છે. (Prime Minister of Japan visits India) વડાપ્રધાન તરીકે શિન્ઝો આબે સાથે જાપાનીઝ રોકાણના મોટા લક્ષ્યની વર્ષ 2014માં રચના કરવામાં આવી હતી. હાલના રોકાણની જાહેરાત કરતા કિશિદા શિન્ઝો આબેને પાછળ છોડી દેશે. શિન્ઝો આબે જ્યાં 3.5 ટ્રિલિયન યેનીના રોકાણની જાહેરાત કરી હતી પણ હવે 5 ટ્રિલિયનનું રોકાણ થશે.

જાપાન હાલમાં ભારતને તેના શહેરી માળખાના વિકાસમાં મદદ કરી રહ્યું છે. (Prime Minister of Japan visits India) તે સિવાય જાપાનની મદદથી ભારતમાં બુલેટ ટ્રેન ચલાવવાની યોજના પર પણ કામ ચાલી રહ્યુ છે. જાપાની પીએમ બે દિવસ સુધી ભારતમાં રહેશે. ભારત અને જાપાન વચ્ચે આ 14મી સમિટ છે, જે સાડા ત્રણ વર્ષના ગાળા બાદ યોજાવા જઈ રહી છે. કિશિદાએ 4 ઓક્ટોબર 2021ના રોજ પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. આ મુલાકાત દરમિયાન કિશિદા અને પીએમ મોદી બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો અને દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા કરશે.

આ વર્ષે ક્વોડ નેતાઓની સમિટ જાપાનમાં જ યોજાવા જઈ રહી છે. માનવામાં આવે છે કે પીએમ મોદી આ સમિટમાં ભાગ લેવા માટે જાપાન જશે. ચીન સાથેના તણાવની વચ્ચે ભારતીય પીએમની જાપાન મુલાકાત ઘણી મહત્વની બની શકે છે. જાપાન અને ભારત હવે રક્ષાના ક્ષેત્રમાં પણ મોટા પાયે સહયોગની તૈયારી કરી રહ્યા છે.

આ પણ વાંચો..News of relief for India: આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની વધતી કિંમતો વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.