qutubminar 600x337 1

Qutub Minar: હવેથી કુતુબ મિનારમાં આ ધર્મના લોકોને પૂજા માટે પ્રવેશ મળશે નહીઃ કોર્ટે આપ્યો ચુકાદો.

નવી દિલ્હી, ૧૧ ડિસેમ્બરઃ Qutub Minar: દિલ્હી જગપ્રસિદ્ધ કુતુબ મિનારમાં હિંદુ અને જૈન દેવતાઓની મૂર્તિના અભિષેક અને પૂજા કરવા માટે મંજૂરી માગતી એક અરજી  દિલ્હીની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કોર્ટે જોકે આ અરજીને ફગાવી દીધી છે. હિંદુ અને જૈન ધર્મના લોકોને કુતુબ મિનારમાં મૂર્તિની પૂજા કરવાનો અધિકાર આપો એવી અરજી એક એડવોકેટે દિલ્હીની કોર્ટમાં કરી હતી. કેન્દ્ર સરકારને એક ટ્રસ્ટ બનાવવા માટે અને કુતુબ પરિસરમાં રહેલા મંદિરને તેને સોંપવા માટે ટ્રસ્ટ કાયદા 1882 મુજબ યોગ્ય આદેશ આપવાની વિનંતી પણ કરવામાં આવી હતી.

આ અરજી મુજબ મોહમ્મદ ધોરીના સૈન્યના સેનાપતિ કુતુબુદ્દીન એબકને 27 મંદિર અડધા તોડી પાડયા હતા અને તેમાની સામગ્રી ફરી વાપરીને પરિસરમાં કુવ્વત-ઉલ-ઈસ્લામ મસ્જિદ બાંધી હતી. 

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે 27 મંદિરના મુખ્ય દેવતા, જ્યોત પ્રમુખ દેવતા તીર્થંકર ભગવાન ઋષભદેવ અને પ્રમુખ દેવતા ભગવાન વિષ્ણુ, ભગવાન ગણેશ, ભગવાન શિવ, દેવી ગૌરી, ભગવાન સૂર્ય, ભગવાન હનુમાનનો તેમા સમાવેશ થાય છે. તેથી તે પરિસરમાં પ્રતિષ્ઠાપના અને પૂજા કરવાનો અધિકાર છે.

જોકે કોર્ટે ભૂતકાળની ભૂલનો આધાર માનીને વર્તમાન અને ભવિષ્યની શાંતતા બગાડો નહીં એવું કહીને આ અરજીને ફગાવી દીધી હતી.  

આ પણ વાંચો…Praveg TV: ગુજરાતમાં શરુ થવા જઇ રહી છે પ્રવેગ ટીવી ગુજરાતી ન્યુઝ ચેનલ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj