પૂર્વ પીએમ મનમોહન સિંહ બાદ રાહુલ ગાંધી(Rahul gandhi) પણ આવ્યા કોરોના પોઝિટિવ આપી આ રીતે જાણકારી..!

નવી દિલ્હી, 20 એપ્રિલઃ કોરોનાનો કહેર સમગ્રદેશમાં ફેલાઇ રહ્યો છે. આજે કોગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી(Rahul gandhi) કોરોના પોઝિટિવ આવ્યા છે. રાહુલે જાતે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે, સાથે જ તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કહ્યું છે.

નોંધનીય છે કે, ગઇ કાલે પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમને સારવાર માટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મહત્વવનું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાની ચોથી લહેર ઘાતક બની રહી છે. અહીં રવિવારે 25 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા અને 161 લોકોના મૃત્યુ થયા હતા. 

Whatsapp Join Banner Guj

88 વર્ષીય પૂર્વ પ્રધાનમંત્રી કોરોના વાયરસની વેક્સિનના બન્ને ડોઝ લઈ ચુક્યા છે. એમ્સે એક નિવેદનમાં કહ્યુ કે, મનમોહન સિંહને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. 

રાહુલ ગાંધી(Rahul gandhi)એ ટ્વીટ કરીને ડો.મનમોહન સિંઘની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી હતી. સાથે કહ્યું હતું કે ભારતને હાલ તમારી સલાહની જરુર છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

CM રુપાણી અને નિતિન પટેલ દાહોદ(Dahod)ની મુલાકાતે કહ્યું- એક અઠવાડિયામાં કોરોનાના દર્દીઓ માટે ૩૦૦ બેડ વધારવામાં આવશે