Rahul Gandhi

Rahul Gandhi sentence stayed: મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને મળી મોટી રાહત, વાંચો વિગતે…

Rahul Gandhi sentence stayed: સેશન્સ કોર્ટે ફટકારેલી સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

નવી દિલ્હી, 04 ઓગસ્ટઃ Rahul Gandhi sentence stayed: મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. આ કેસમાં પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે રાહુલની સજા પર રોક લગાવી દીધી છે. જ્યાં સુધી અપીલ પેન્ડિંગ છે, ત્યાં સુધી સજા રોક લગાવાઈ છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ જશે.

આ મામલાની સુનાવણી જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે કરી હતી. મોદી સરનેમ કેસમાં રાહુલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. જેમાં રાહુલ ગાંધીના વકીલ સિંધવીએ દોષસિદ્ધિ પર રોક લગાવાવની માંગ કરી હતી. તમામ પક્ષોને દલીલ માટે 15-15 મિનિટનો સમય અપાયો હતો. રાહુલના વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, ફરિયાદીની અસલી સરનેમ મોદી નથી, બાદમાં તેમણે સરનેમ બદલી છે.

પૂર્ણેશ મોદીએ શું કર્યો હતો દાવો?

મોદી સરનેમ માનહાનિ કેસમાં ફરિયાદી પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં 31 જુલાઈએ જવાબ દાખલ કર્યો હતો. જેમાં તેમણે રાહુલ ગાંધીની અરજી ફગાવવાની માંગ કરી હતી. પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીને રાહત આપવાનો કોઈ આધાર નથી. તેમનું આચરણ અભિમાન ભર્યું છે. વગર કારણે એક આખા વર્ગને અપમાનિત કર્યા બાદ તેમણે માફી માંગવાની ના પાડી.

આ પણ વાંચો… Central Govt Decision: લેપટોપ, ટેબલેટ અને કોમ્પ્યુટરની આયાત નહીં કરી શકાય; સરકારે મૂક્યો પ્રતિબંધ, વાંચો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો