Rahul Gandhi 1

Rahul Gandhi Wayanad: રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી માટે વાયનાડથી ઉમેદવારીપત્રક ભર્યુ, અગાઉ આજ બેઠક પરથી મેળવી હતી જીત

Rahul Gandhi Wayanad: વાયનાડ ખાતે રાહુલની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓ અને સમર્થકો હતા

whatsapp banner

નવી દિલ્હી, 04 એપ્રિલઃ Rahul Gandhi Wayanad: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે આગામી ચૂંટણી માટે કેરળની વાયનાડ લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યું. રાહુલની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓ અને સમર્થકો હતા. ઉમેદવારી પત્રો ભરતા પહેલા એક જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ વાયનાડના લોકો સાથે તેમની નાની બહેન પ્રિયંકા ગાંધીની જેમ વર્તે છે.

રાહુલે કહ્યુ કે, “તમારા સંસદ સભ્ય બનવું એ મારા માટે સન્માનની વાત છે. હું તમારી સાથે વર્તતો નથી અને તમને મતદારોની જેમ નથી માનતો. હું તમારી સાથે વર્તે છે અને તમારા વિશે એવું જ વિચારું છું જે રીતે હું મારી નાની બહેન પ્રિયંકા વિશે વિચારું છું. તેથી વાયનાડના ઘરોમાં, મારી બહેનો, માતાઓ, પિતા અને ભાઈઓ છે. અને તે માટે હું હૃદયપૂર્વક તમારો આભાર માનું છું,” વધુમાં કહ્યું કે મતવિસ્તારના લોકોને પડતી સમસ્યાઓને રાષ્ટ્ર અને વિશ્વના ધ્યાન પર લાવવા તેઓ હંમેશા તૈયાર છે.

આ પણ વાંચો:- Watermelon Reduce Weight: ગરમીની સિઝનમાં વજન ઘટાડવામાં મદદ કરશે આ સુપર ફ્રૂટ, પેટ પણ ભરાશે અને સ્કિન પર આવશે ગ્લો!

આ પૂર્વે તેમણે જણાવ્યું હતું કે IIT મુંબઈમાં ગત વર્ષે 32% અને આ વર્ષે 36% વિદ્યાર્થીઓ સ્થાન મેળવી શક્યા નથી. દેશની સૌથી પ્રતિષ્ઠિત ટેકનિકલ સંસ્થાની આ હાલત છે, તો કલ્પના કરો કે ભાજપે આખા દેશની શું હાલત કરી છે. કોંગ્રેસ દ્વારા દેશ સમક્ષ યુવાનો માટે નક્કર રોજગાર યોજના રજૂ કર્યાને લગભગ એક માસ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ ભાજપ સરકારે આ મુદ્દે શ્વાસ પણ લીધો નથી. નરેન્દ્ર મોદી પાસે રોજગારી આપવાની કોઈ નીતિ કે ઈરાદો નથી, તેઓ માત્ર દેશના યુવાનોને ભાવનાત્મક મુદ્દાઓની જાળમાં ફસાવીને છેતરે છે. આ સરકારને ઉખાડીને યુવાનો પોતાના ભવિષ્યનો પાયો નાખશે. કોંગ્રેસનો #YuvaNyay દેશમાં નવી ‘રોજગાર ક્રાંતિ’ને જન્મ આપશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી 2019માં પણ વાયનાડ બેઠક પરથી 65 ટકા વોટથી જીત મેળવી ચૂક્યા છે, તેથી આ વખતે ઉમેદવારી પત્રક ભરવાની સાથે જ પ્રચાર શરુ કરી દીધો.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો