Heat Wave

Heat Wave Advisory: ગુજરાત સહિત આ રાજ્યોમાં પડશે ભયંકર ગરમી, હીટ સ્ટ્રોકથી બચવા કેન્દ્ર સરકારની રાજ્યોને એડવાઈઝરી

Heat Wave Advisory: કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ‘હીટ વેવ ક્યાંક હીટ સ્ટ્રોકનું રૂપ ન લઈ લે તેને લઈને કેટલાક દિશાનિર્દેશ જાહેર કરાયા છે

whatsapp banner

ગાંધીનગર, 04 એપ્રિલઃ Heat Wave Advisory: હવામાન વિભાગે (IMD) આ વર્ષ માટે આકરી ગરમીની આગાહી જાહેર કરી છે. જેને લઈને કેન્દ્ર સરકાર પણ અત્યારથી એક્ટિવ મોડમાં છે. હવામાન વિભાગની ચેતવણી બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે મોટી બેઠક યોજી. જેમાં IMD, સ્વાસ્થ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી હાજર હતા. સમીક્ષા બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારોને એડવાઈઝરી જાહેર કરવા કહ્યું છે.

આ પણ વાંચો:- Watermelon Reduce Weight: ગરમીની સિઝનમાં વજન ઘટાડવામાં મદદ કરશે આ સુપર ફ્રૂટ, પેટ પણ ભરાશે અને સ્કિન પર આવશે ગ્લો!

બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું કે, ‘IMDએ આ વર્ષ માટે અલ-નીનોની ભવિષ્યવાણી કરી છે અને તેના માટે આ વર્ષે હીટવેવની સંભાવના વધારે છે. IMDના અનુસાર આ ગરમીમાં તાપમાન સામાન્યથી વધારે રહેશે. આ વર્ષે ચૂંટણીનું વર્ષ છે અને હીટવેવને લઈને હીટ સ્ટ્રોક ન થાય તેનાથી બચવા માટે મેં IMD, સ્વાસ્થ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષઆ કરી અને કેન્દ્ર તરફથી રાજ્યસરકારોને એડવાઈઝરી જાહેર કરવા કહેવાયું છે.’

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ‘હીટ વેવ ક્યાંક હીટ સ્ટ્રોકનું રૂપ ન લઈ લે તેને લઈને કેટલાક દિશાનિર્દેશ જાહેર કરાયા છે. હીટ સ્ટ્રોક ગરમીના કારણે થનારી ગંભીર બીમારી છે. આ ત્યારે થાય છે જ્યારે શરીર પોતાના તાપમાનને નિયંત્રિત ન કરી શકે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દર વર્ષે ઉનાળામાં જે તાપમાન રહે છે તેનાથી આ વર્ષે વધુ તાપમાન રહેવાનો અંદાજ છે. જેને જોતા લોકોને ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. આ વર્ષે તમે ચૂંટણી અભિયાનો માટે જાઓ તો તમે પાણી પીતા રહો અને સાથે પાણીની બોટલ રાખો. લોકોને વારંવાર પાણી પીવાની સાથે જ્યૂસ પણ પીવું જોઈએ. આ સિવાય લીંબુ પાણી પણ પીવું જોઈએ. ઉનાળામાં ફળ પણ ખાઈ શકો છો.’

આ રાજ્યોમાં પડશે ભયંકર ગરમી
હવામાન વિભાગના અનુસાર, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિસા, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં ગરમીની સૌથી ખરાબ અસર થવાની શક્યતા છે. એપ્રિલ અને જૂન વચ્ચે દેશના વધુ પડતા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોને છોડીને જ્યાંથી સામાન્યથી સામાન્યથી નીચે મહત્તમ તાપમાન રહેવાનું અનુમાન છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો