Rakesh Tikait

ખેડૂત નેતા રાકેશ ટિકૈત(Rakesh tikait) ગુજરાતના પ્રવાસેઃ કહ્યું- ગુજરાત બોર્ડર પર શું થાય છે તે જોઇશું.. ગુજરાતમાં જવા માટે કોઇ પાસપોર્ટ કે વિઝાની જરૂર નથી..!

Rakesh tikait

અમદાવાદ, 04 એપ્રિલઃ છેલ્લા ચાર મહિનાથી કિસાન બિલને લઇને ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત(Rakesh tikait)ની આગેવાની હેઠળ દિલ્હી ખાતે આંદોલન પર ઉતર્યા હતા.ખેડૂત મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન આંદોલન કરી રહેલા 250થી વધુ ખેડૂતોના મોત થઇ ચૂક્યા છે. આ ઉપરાંત સરકાર સાથે અનેક વખત બેઠક પર ગોઠવી હતી. જો કે તેમાં કોઇ નિવારણ આવ્યું નથી. અથવા એમ પણ કહી શકાય કે સરકારના નિર્ણયથી ખેડૂતોની માંગ પૂરી થઇ નથી. આજે કિસાન આંદોલનના નેતા રાકેશ ટિકૈત(Rakesh tikait) બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસના પ્રવાસ દરમિયાન તે ખેડૂતો સાથે મુલાકાત કરશે. કિસાન સંઘર્ષ મંચ દ્રા રાકેશ ટિકૈત(Rakesh tikait)ની ટ્રેક્ટર યાત્રાનું આબુરોડમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. રાકેશ ટિકૈતની ટ્રેક્ટર યાત્રા આબુરોડથી ગુજરાતમાં પ્રવેશ કરશે. 

ADVT Dental Titanium

ખેડૂત નેતા આંદોલનને ગતિ આપવા માટે અલગ-અલગ રાજ્યોની મુલાકાત લઇ માહોલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 4 અને 5 એપ્રિલના રોજ રાકેશ ટિકૈત(Rakesh tikait) 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતમાં રહેશે અને ખેડૂત સમર્થન પ્રાપ્ત કરશે. રાકેશ ટિકૈત આજે 10 વાગે ગુજરાતમાં પ્રવેશ કરશે. તે સૌથી પહેલાં માં અંબાના આર્શિવાદ પ્રાપ્ત કરી પોતાના પ્રવાસની શરૂઆત કરશે.  ખેડૂત નેતા રાકેશ ટિકૈતએ ગુજરાત મુલાકાત અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અમે ખેડૂતોને મળીશું, ગુજરાતના ખેડૂતો પણ આંદોલનમાં જોડાયેલા છે. 3 કૃષિ કાયદા વિરૂદ્ધ અમારી લડાઇ ચાલુ છે. ગુજરાત બોર્ડર પર શું થાય છે તે જોઇશું. ગુજરાતમાં જવા માટે કોઇ પાસપોર્ટ કે વિઝાની જરૂર નથી. 

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, રાકેશ ટિકૈત સવારે 11 વાગે અંબાજી પહોંચશે, બપોરે 12.30 વાગે તે મંદિરમાં દર્શન કરશે. અને 2.30 વાગે પાલનપુરમાં કિસાન સંવાદ કરશે. રસપ્રદ વાત એ છે કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ પાટીદાર ખેડૂત છે. ત્યારે પાટીદારોને જોડવાના પ્રયત્ન તરીકે રાકેશ ટિકૈત પાટીદારોની કુળદેવી ઊંજા ઉમિયાધામ સાંજે 5 વાગે પહોંચશે. દર્શન બાદ રાકેશ ટિકૈત ગાંધીનગરામાં જ રોકાશે. રાકેશ ટિકૈત બીજા દિવસે સોમવારે સવારે લગભગ 7 વાગે અમદાવાદના ગાંધી આશ્રમમાં રાષ્ટ્રપિતાને માળા અર્પણ કરશે, ત્યારબાદ સરદાર પટેલની જન્મભૂમિ કરમસદ પહોંચશે. બપોર બાદ 3 વાગે તે બારડોલીમાં સંવાદ કરશે. 

આ પણ વાંચો…

રણબીર, આલિયા બાદ બોલિવુડના ખેલાડી(Akshay kumar)ને થયો કોરોનાઃ હાલ હોમ ક્વોરેન્ટાઇન, પોતે આપી જાણકારી