2000 note

RBI: ₹ 2000 ની 93 ટકા નોટો બેંકોમાં પાછી આવી, જમા કરાવવાની 30 સપ્ટેમ્બર છેલ્લી તારીખ

અમદાવાદ, 02 સપ્ટેમ્બર: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ જણાવ્યું છે કે 19 મેના રોજ ચલણમાં હતી તે 2000 ની 93 ટકા નોટો બેંકોને પરત કરવામાં આવી છે. 31 ઓગસ્ટ સુધીમાં ચલણમાં રહેલી રૂ. 2,000ની બૅન્કનોટ રૂ. 0.24 લાખ કરોડ હતી, RBI એ રૂ. 2000 મૂલ્યની બૅન્કનોટ પાછી ખેંચવાની સ્થિતિ અંગેના તેના પરિપત્રમાં જણાવ્યું હતું . 

19 મે, 2023 ના રોજ ચલણમાં રહેલી ₹ 2000 ની બૅન્કનોટનું કુલ મૂલ્ય ₹ 3.56 લાખ કરોડ હતું, જ્યારે RBI એ બૅન્કનોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. ” 19 મેના રોજ જાહેરાત પછી સિસ્ટમમાં પાછી આવેલી ₹ 2000 ની બેંક નોટનું કુલ મૂલ્ય rs 3.32 લાખ કરોડ છે,” RBI રિલીઝમાં બેંકો પાસેથી મળેલા ડેટાને ટાંકવામાં આવ્યું છે.

Take Home Ration: 15 લાખથી વધુ બાળકો ટેક હોમ રાશન (THR) દ્વારા મેળવે છે પોષણયુક્ત આહાર

“મુખ્ય બેંકો પાસેથી એકત્રિત કરવામાં આવેલ ડેટા સૂચવે છે કે ચલણમાંથી પરત મળેલી 2000 ના મૂલ્યની કુલ બેંક નોટોમાંથી , લગભગ 87 ટકા ડિપોઝિટ સ્વરૂપમાં છે અને બાકીની લગભગ 13 ટકા અન્ય મૂલ્યની બેંક નોટોમાં બદલી કરવામાં આવી છે,” RBIએ જણાવ્યું હતું. .

સમયબદ્ધ રીતે કવાયત પૂર્ણ કરવા અને લોકોને પૂરતો સમય મળી રહે તે હેતુથી 30 સપ્ટેમ્બર છેલ્લી તારીખ તરીકે નક્કી કરવામાં આવી છે. આરબીઆઈ આગામી પરિસ્થિતિના આધારે સપ્ટેમ્બરની સમયમર્યાદા પર ફરી વધારી શકે છે કે નહીં તે આગળ જોવુ રહ્યું..

2000 ની નોટ કેવી રીતે જમા કરવી અથવા બદલી કરવી 

લોકો તેમની બેંક  શાખાઓ અને RBIની પ્રાદેશિક શાખાઓમાં 2,000 ની નોટો બદલી અથવા જમા કરાવી શકે છે. બિન-એકાઉન્ટ ધારક પણ કોઈપણ બેંક શાખામાં એક સમયે 20,000 ની મર્યાદા સુધી 2000 ની નોટ બદલી શકે છે.

19 મેના રોજ, RBIએ 2000 મૂલ્યની બૅન્કનોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો પરંતુ કહ્યું કે તે કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. જોકે, આરબીઆઈએ બેંકોને તાત્કાલિક અસરથી આવી નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી હતી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો