Salim gazi death: મુંબઈ 1993 બ્લાસ્ટના આરોપી સલીમ ગાઝીનુ કરાચીમાં મોત

Salim gazi death: સલીમ ગાઝી 1993 મુંબઈ બ્લાસ્ટનો મોટો ગુનેગાર હતો જે હુમલા બાદ દાઉદ ઈબ્રાહીમ અને બીજા સાથીઓની સાથે ભાગવામાં સફળ રહ્યો હતો

મુંબઇ, 16 જાન્યુઆરીઃ Salim gazi death: મુંબઈ 1993 બ્લાસ્ટના આરોપી સલીમ ગાઝીનુ કરાચીમાં મોત નીપજ્યુ છે. ડોન છોટા શકીલની નજીકનો ગણાતો સલીમ ગાઝી છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતો. હાર્ટ એટેક આવવાના કારણે તેનુ મોત નીપજ્યુ.

સલીમ ગાઝી 1993 મુંબઈ બ્લાસ્ટનો મોટો ગુનેગાર હતો જે હુમલા બાદ દાઉદ ઈબ્રાહીમ અને બીજા સાથીઓની સાથે ભાગવામાં સફળ રહ્યો હતો. તેણે સતત પોતાના ઠેકાણા બદલ્યા હતા. તેઓ દુબઈમાં પણ રહ્યો હતો અને ફરી પાકિસ્તાનમાં છોટા શકીલના ગેરકાયદે કામોમાં પણ સક્રિય ભૂમિકા નિભાવતો રહ્યો.

પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તેને હાઈ બ્લડ પ્રેશર અને બીજી બીમારીઓ થઈ ગઈ હતી. તેની સારવાર ચાલુ હતી પરંતુ શનિવારે હાર્ટ એટેક આવવાના કારણે તેનુ મોત થયુ. મુંબઈ બ્લાસ્ટ દરમિયાન સલીમ ગાઝી સિવાય છોટા શકીલ, દાઉદ ઈબ્રાહીમ, ટાઈગર મેમણ અને તેમના પરિવારના લોકો પણ સામેલ હતા. આ સમયે આ તમામ કરાચી અથવા યુએઈમાં છુપાયેલા છે.

આ પણ વાંચોઃ ECI extends ban on rally-road show:ચૂંટણી પંચે રેલી-રોડ શો પર પ્રતિબંધ વધાર્યા, હવે આ તારીખ સુધી કરવો પડશે ડિજિટલ પ્રચાર

Whatsapp Join Banner Guj