Ambaji police return money

Ambaji police: યાત્રાધામ અંબાજી માં ખોવાયેલી રૂપિયા બે લાખ ભરેલી થેલી મૂળ માલિક ને પરત કરાઈ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૬ જાન્યુઆરીઃ
Ambaji police: યાત્રાધામ અંબાજી માં પન્નાબેન મોદી બાઈક ઉપર બેસી પોતાના ઘર તરફ જઈ રહેલ ત્યારે પોતાના પાસે રહેલી એક થેલી માં રૂપિયા 500 ના ચાર બંડલ કુલ રૂપિયા બે લાખ ની ભોજનાલય થી પંચાલ વાળી ગલી માં ક્યાંક પડી ગયેલ ત્યારે બે બાકડા બનેલા પન્નાબેન ના હોશ ઉડી ગયેલ અને અંબાજી પોલીસ સ્ટેશને પહોચી મોખિક રજૂઆત કરેલ ત્યારે પોલીસે સદર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરેલ અને રૂપિયા ભરેલી થેલી ખોવાયેલ વિસ્તાર માં લાગેલા cctv કેમરા ના ફૂટેજ ચેક કરી તપાસ હાથ ધરી હતી.

ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ભાનુભાઈ (Ambaji police) તથા તેમના સાથી દાર સધન તપાસ કરતા રૂપિયા બે લાખ ભરેલી થેલી મળી આવેલી હતી જે રૂપિયા ના મૂળ માલિક પન્નાબેન મોદી ને પોલીસ સ્ટેશને બોલાવી રૂપિયા ભરેલી બેગ પરત કરાઈ હતી ત્યારે પન્નાબેન મોદી પોતાના ખોવાયેલા રૂપિયા પરત મળતા હરખગેલી બની હતી.

અને રૂપિયા ગણતા પુરા બે લાખ હતા જે ખોવાયા હતા અને આ રૂપિયા મેળવી ને પન્નાબેને અંબાજી પોલીસ નો ખુબ આભાર માન્યો હતો આ પ્રસંગે અંબાજી ના પોલીસ ઈન્સપેકટર જે. બી આચાર્ય એ પણ ખુૃશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોECI extends ban on rally-road show:ચૂંટણી પંચે રેલી-રોડ શો પર પ્રતિબંધ વધાર્યા, હવે આ તારીખ સુધી કરવો પડશે ડિજિટલ પ્રચાર

Whatsapp Join Banner Guj