Sharad pawar

Sharad Pawar resign: શરદ પવારે NCPના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું, કહી આ વાત…

Sharad Pawar resign: નવી પેઢીને માર્ગદર્શન આપવાનો સમય આવી ગયો છેઃ શરદ પવાર

મુંબઈ, 02 મેઃ Sharad Pawar resign: મહારાષ્ટ્રના વરિષ્ઠ રાજનેતા શરદ પવારે આજે એક મોટી જાહેરાત કરી છે. હકીકતમાં, તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. શરદ પવારે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે NCPમાં ભાગલાના સમાચાર સામે આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરદ પવારે કહ્યું કે, ઘણા વર્ષોથી મને રાજનીતિમાં પાર્ટીનું નેતૃત્વ કરવાની તક મળી છે. આ ઉંમરે હું આ પદ પર રહેવા માંગતો નથી. મને લાગે છે કે બીજા કોઈએ આગળ આવવું જોઈએ. હવે પાર્ટીના અધ્યક્ષ કોણ હશે તે પાર્ટીના નેતાઓએ નક્કી કરવાનું રહેશે.

શરદ પવારે કહ્યું કે, 1999માં NCPની રચના બાદ મને અધ્યક્ષ બનવાની તક મળી. આજે એ વાતને 24 વર્ષ થઈ ગયા. તેમણે કહ્યું કે, 1 મે, 1960થી શરૂ થયેલી જાહેર જીવનની આ યાત્રા છેલ્લા 63 વર્ષથી અવિરતપણે ચાલુ છે. પવારે કહ્યું, મારો રાજ્યસભાનો કાર્યકાળ ત્રણ વર્ષનો બાકી છે. આ દરમિયાન હું કોઈપણ પદ લીધા વિના મહારાષ્ટ્ર અને દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ધ્યાન આપીશ.

કમિટીની રચના કરીને નવા પ્રમુખ અંગે નિર્ણય લેવો જોઈએઃ શરદ

તેમણે વધુમાં કહ્યું કે, હવે મને જે સમય મળશે તે ધ્યાનમાં રાખીને હું હવેથી આ કામ પર વધુ ફોકસ કરવાનો છું. છેલ્લા 6 દાયકામાં મહારાષ્ટ્ર અને તમે બધાએ મને જે મજબૂત સમર્થન અને પ્રેમ આપ્યો છે તે હું ભૂલી શકતો નથી. પાર્ટી જે દિશામાં જવા માંગે છે તે દિશામાં નવી પેઢીને માર્ગદર્શન આપવાનો આ સમય છે, એમ પવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું, “હું ભલામણ કરું છું કે પ્રમુખ પદ માટેની ચૂંટણી અંગે નિર્ણય લેવા માટે NCP સભ્યોની એક સમિતિની રચના કરવી જોઈએ,”

આ પણ વાંચો… GSEB 12th Science Results 2023: ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, જાણો ક્યા જિલ્લાના વિધાર્થીઓએ મારી બાજી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો