Shot the teacher at school

Shot the teacher at school: કાશ્મીરમાં આતંકવાદીઓએ સ્કૂલમાં ઘૂસીને શિક્ષકાને ગોળી મારી, 20 દિવસમાં બીજી ઘટના

Shot the teacher at school: 12 મેના રોજ કાશ્મીરી પંડિત રાહુલ ભટને પણ તેમની ઓફિસમાં ઘૂસીને આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી

શ્રીનગર, 31 મેઃ Shot the teacher at school: જમ્મુ કાશ્મીરનાં કુલગામની ગોપાલપોરા વિસ્તારની હાઈસ્કૂલમાં આતંકવાદીઓએ શિક્ષિકા પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં શિક્ષકાને અનેક ગોળીઓ વાગી હતી. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. સામ્બાના રહેવાસી ઘાયલ શિક્ષકાનું હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયું હતું. આ પહેલા 12 મેના રોજ કાશ્મીરી પંડિત રાહુલ ભટને પણ તેમની ઓફિસમાં ઘૂસીને આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી હતી.

નેશનલ કોન્ફરન્સનાં નેતા ઓમર અબ્દુલ્લાએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતુ. તેમણે કહ્યું, ‘આ બહુ દુઃખદ વાત છે. આ નિઃશસ્ત્ર નાગરિકોની ટાર્ગેટ કિલિંગની યાદીમાં જોડેયાલો વધુ એક હુમલો છે. જ્યાં સુધી સરકાર સ્થિતિ સામાન્ય થવાનું આશ્વાસન ન આપે ત્યાં સુધી નિંદા અને શોક જેવા શબ્દો પોકળ છે. અમે શાંતિથી બેસીશું નહીં.

ઓક્ટોબરમાં કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની શરૂઆત થઈ હતી. અહીં પાંચ દિવસમાં સાત નાગરિકો માર્યા ગયા, જેમાં એક કાશ્મીરી પંડિત, એક શીખ અને પ્રવાસી હિંદુ સામેલ છે, જેઓ નોકરીની શોધમાં આવ્યા હતા. 14 એપ્રિલે આતંકવાદીઓએ સતીશ કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પહેલા શનિવારે અલી જાન રોડ પર આવેલા એવા બ્રિજ પર આતંકવાદીઓએ એક પોલીસકર્મીને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

હવે રાહુલની હત્યા બાદ ફરી એકવાર કાશ્મીરી પંડિતોની સુરક્ષા પર સવાલ ઉભા થયા છે. કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ આતંકવાદી હુમલામાં 4 કાશ્મીરી પંડિતો સહિત 14 હિન્દુઓ માર્યા ગયા હતા. ગૃહ મંત્રાલયે સંસદમાં આ માહિતી આપી હતી.

આ પણ વાંચોઃ Funeral of Sidhu MooseWala: સિદ્ધુ મુસેવાલાના આજે માનસામાં અંતિમ સંસ્કારમાં હજારો લોકો એકઠા થયા

18 દિવસથી કાશ્મીરી પંડિતોનું ઘાટીમાં આંદોલન ચાલી રહ્યું છે. પંડિતો જેમને પ્રધાનમંત્રી રોજગાર પેકેજ હેઠળ નોકરી મળી છે તેઓ કામનો બહિષ્કાર કરીને દેખાવો કરી રહ્યા છે. ઘાટીમાં આ સૌથી લાંબો સમય ચાલતું પ્રદર્શન બની ગયું છે. મહેસૂલ વિભાગના કર્મચારી રાહુલ ભટની હત્યા બાદ વિરોધ શરૂ થયો હતો. કામ કરતા કાશ્મીરી પંડિતોની માંગ છે કે તેમને કાશ્મીરની બહાર પોસ્ટીંગ આપવામાં આવે.

પ્રધાનમંત્રી રોજગાર પેકેજ હેઠળ નોકરી મેળવનાર પંડિતો કામનો બહિષ્કાર કરી વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે કેદીઓની જેમ જીવન જીવવા નથી માગતા, એટલા માટે અમને કાશ્મીરમાંથી શિફ્ટ કરવામાં આવે. એલજી, તેમના સલાહકારો, આઈજીપી અને અન્ય અધિકારીઓએ રસ્તા પર બેઠેલા કાશ્મીરી પંડિતો સાથે ઘણી વખત વાત કરી છે, પરંતુ તેમ છતાં પંડિતોનો વિરોધ ચાલુ છે.

કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા રાહુલ ભટની હત્યાના 10મા દિવસે અનંતનાગ જિલ્લાના કાશ્મીરી પંડિતોએ મુંડન કરાવ્યું હતું. તેમણે રાહુલ ભટના આત્માની શાંતિ માટે પણ પ્રાર્થના કરી હતી. સાથે જ ઘાટીમાં સુરક્ષા પુરી પાડવામાં આવે તેવી માંગ પણ કરી હતી અથવા તેમનું પોસ્ટિંગ જમ્મુ કરવામાં આવે.

આ પણ વાંચોઃ Jetpur area in dirt: જેતપુર નગરપાલિકાનો છેવાડાનો વિસ્તાર ગંદકીમાં ખદબદે છે તેમ છતાં તંત્રની અવગણના

Gujarati banner 01