Jetpur area in dirt

Jetpur area in dirt: જેતપુર નગરપાલિકાનો છેવાડાનો વિસ્તાર ગંદકીમાં ખદબદે છે તેમ છતાં તંત્રની અવગણના

Jetpur area in dirt: સતાધારી પક્ષની અનેક ફરિયાદ બાદ પણ જેતપુર નગરપલિકા તંત્ર પગલાં નથી લેતી

અમદાવાદ, 31 મેઃ Jetpur area in dirt: જેતપુર સાડી ઉદ્યોગ માટે જાણીતું શહેર છે અને અહીંની નગરપાલિકા એ ગ્રેડની નગરપાલિકા નું બિરુદ મળ્યું છે તેમ છતાં પણ નગરપાલિકા ના સતાધીશોની અણ આવડતને કારણે શહેરના છેવાડા નો વિસ્તાર ઠેર ઠેર ગદકીમાં ખદબદી રહ્યો છે.

આમ છતાં જેતપુર નવાગઢ નગર પાલિકાનું તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં હોઈ લોકોના સુખાકારી માટે તંત્રને રસ ન હોય તેવા સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે. જેતપુર શહેરના ખીરસરા રોડ પાસે આવેલ ફિલ્ટર પ્લાનની સામે આવેલ વોર્ડ નંબર 6 ના રહેવાસીઓ ગંદકીના કારણે બીમારીનો ભોગ બની રહ્યા છે.

આ વિસ્તારમાં 100 થી વધારે ગરીબ લોકોના મકાન આવેલ છે અને અહીં આશરે 1000 લોકો વસવાટ કરી રહ્યાં છે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ભૂગર્ભ ગટરની લાઈન નાખેલ હોઈ આ વિસ્તારમાં આગળના વિસ્તારનું ચાંપરાજપુર,ભોજાધાર ભૂગર્ભનું પાણી બધુંઆ વિસ્તાર માં આવતું હોઈ આ વિસ્તારમાં રોડ ઉપર વર્ષોથી ગંદુ પાણી વહી રહ્યું હોઈ જેથી અહીંના રહેવાસીઓઆ ગદા પાણી થી ત્રસ્ત થઈ ગયા છે.

આ પણ વાંચોઃ Meeting on issue of copyright case against diamond companies: સુરત ના વરાછા ખાતે ડાયમંડ મશીનરી અને ટેકનોલોજી એસોસીએશન દ્વારા મિટિંગ નું આયોજન કરાયું

અહીં બાળકો અને વયોવૃદ્વ લોકો ને આ ગંદા પાણી માંથી ચાલવું પડી રહ્યું છે આ વિસ્તારમાં બાળકો ને તાવ ઝાડા ઉલ્ટી સહીત ના રોગોનો ભોગ બની રહ્યા છે. અહીં વસવાટ કરતા પરિવારનાં જણાવ્યા અનુસાર ચાલીસ વર્ષથી સફાઈ વેરો પાણીવેરો સહીત નગરપાલિકાના તમામ વેરા ભરવા છતાં નગરપાલિકાનું નિર્ભર તંત્ર ઓરમાયું કરી રહ્યું છે.   જેતપુર નવાગઢ નગરપાલિકા વોર્ડ નંબર 6 ચાલુ ટર્મના સુધરાઈ સદસ્ય દ્વારા અનેક વખત નગરપાલિકામાં અનેકો વાર રજૂઆતો કરેલ હોવા છતાં નગરપાલિકાના સદસ્યનું સાંભળતા નાં હોઈ તેમકોઈ કાર્યવાહી કરતા નો હોઈ ખુદ સદસ્ય પણ નારાજગી વ્યાપી છે.

આ વિસ્તારના રહેવાસીઓની એકજ માંગ છે કે આ વિસ્તારને વ્હેલી તકે નગરપાલિકાના તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે અને અહીંના સ્થાનિક લોકોને પડતી હાલાકીનો અંત આવે તેવી માંગ કરી રહ્યા છે( સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Hardik Patel will join BJP: કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલા નેતા હાર્દિક પટેલ અંતે 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે- વાંચો વિગત

Gujarati banner 01