Sidhu Moosewala Parents Welcome Baby Boy

Sidhu Moosewala Parents Welcome Baby Boy: સિદ્ધુ મૂસેવાલાની માતાએ 58 વર્ષે આપ્યો પુત્રને જન્મ- પિતાએ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો

Sidhu Moosewala Parents Welcome Baby Boy: સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે પોતાના નાના દિકરાનો ફોટો શેર કરતા લખ્યું શુભદીપને ચાહનારી લાખો-કરોડો આત્માઓના આશીર્વાદ , તેમજ તેમણે લોકોના પ્રેમ પ્રત્યે પણ આભાર માન્યો

મનોરંજન ડેસ્ક, 17 માર્ચઃ Sidhu Moosewala Parents Welcome Baby Boy: પંજાબી ગાયક સિદ્ધુમુસેવાલાની માતા ચરણ કૌરે આપ્યો પુત્રને જન્મ, આની જાણકારી મુસેવાલાના પિતા બલકૌર સિંહે સોશિયલ મીડિયા પર આપી છે. સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે પોતાના નાના દિકરાનો ફોટો શેર કરતા લખ્યું શુભદીપને ચાહનારી લાખો-કરોડો આત્માઓના આશીર્વાદ , તેમજ તેમણે લોકોના પ્રેમ પ્રત્યે પણ આભાર માન્યો હતો.

ઈન્સ્ટાગ્રામ પર પિતા બલકૌર સિંહે ફરી એક વખત પિતા બનવાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર જુનિયર મુસેવાલા સાથે સિદ્ધુ મુસેવાલાનો પણ ફોટો રાખ્યો છે.પંજાબી ગાયક સિદ્ધુમુસેવાલાની માતા ચરણ સિંહ પુત્રને જન્મ આપતા ગામમાં ફરી જશ્નનનો માહૌલ જામ્યો છે. 58 વર્ષની ઉંમરે ચરણ કૌરે પુત્રને જન્મ આપવા માટે આઈવીએફની મદદ લીધી હતી.

આ પણ વાંચોઃ Gujarat Loksabha Election 2024 Date: ગુજરાતમાં 7 મે મંગળવારના રોજ થશે લોકસભા ચૂંટણી માટે મતદાન- વાંચો વિગત

આ ફોટોમાં પાછળ જે ફોટો રાખ્યો છે જે સિદ્ધુ મુસાવાલનો છે જેના પર લખ્યું કે, લીજેન્ડ ક્યારે પણ મરતા નથી. સિદ્ધુ મુસેવાલાના મૃત્યુના અંદાજે 2 વર્ષ બાદ તેના ઘરમાં ખુશીઓ આવી છે. આ ખુશી પર તમામ ચાહક સોશિયલ મીડિયા પર શુભકામના પાઠવી રહ્યા છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો