Lok Sabha Election 2024 desh ki awaz

Gujarat Loksabha Election 2024 Date: ગુજરાતમાં 7 મે મંગળવારના રોજ થશે લોકસભા ચૂંટણી માટે મતદાન- વાંચો વિગત

Gujarat Loksabha Election 2024 Date: ચૂંટણી પંચ પત્રકાર પરિષદમાં ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, દુનિયાની સૌથી મોટી લોકશાહીની ચૂંટણીઓ પર નજર છે.

ગાંધીનગર, 16 માર્ચઃ Gujarat Loksabha Election 2024 Date: લોકસભા ચૂંટણી 2024ની તારીખો આજે જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. ગુજરાતમાં 7 મેના રોજ થશે લોકસભા ચૂંટણી માટે મતદાન અને 4 જુને પરિણામ આવશે.

image 23

લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચ પત્રકાર પરિષદમાં ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, દુનિયાની સૌથી મોટી લોકશાહીની ચૂંટણીઓ પર નજર છે. તેમણે કહ્યું કે અમે નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણી કરાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તેમણે કહ્યું કે આયોગની ટીમે તમામ રાજ્યોમાં સર્વે કર્યો છે અને તમામ વ્યવસ્થા કરી છે.

મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે લોકસભા ચૂંટણી માટે દેશભરમાં 10.5 લાખ વોટિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. 55 લાખ EVM થી મતદાન થશે. તેમણે કહ્યું કે દેશમાં લગભગ 97 કરોડ મતદારો છે, જેમાંથી 1.82 કરોડ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. જેમાં 85 લાખ મહિલા મતદારો છે.

ઉલ્લેખનીય છે કે, 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2014ના રોજ પૂરો થઈ રહ્યો છે. તે પહેલા નવી સરકારની રચના થશે. દેશમાં લોકસભાની કુલ 543  સીટ છે અને કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને સરકાર બનાવવા માટે 272 સીટની બહુમતીની જરૂરિયાત છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 11 એપ્રિલથી 19 મે વચ્ચે 7 તબક્કામાં મતદાન થયું હતું અને 23 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો