cancel train 2

Gandhidham Station Train Schedule: ગાંધીધામ આવનારી/જનારી કેટલીક ટ્રેનો રહેશે રદ્દ

Gandhidham Station Train Schedule: ગાંધીધામ સ્ટેશન ઉપર નૉન ઈન્ટરલૉકિંગ કામ માટે બ્લોકને કારણે   ગાંધીધામ આવનારી/જનારી ટ્રેનો પ્રભાવિત રહેશે

અમદાવાદ, 16 માર્ચ: Gandhidham Station Train Schedule: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના ગાંધીધામ અને ગાંધીધામ કેબિન વચ્ચે નૉન ઈન્ટરલૉકિંગ કામના કારણે 19 માર્ચ  2024 થી 22 માર્ચ 2024 સુધી બ્લોક લેવામાં આવ્યો છે જેને લીધે ગાંધીધામ આવનારી/જનારી ટ્રેનો પ્રભાવિત રહેશે. પ્રભાવિત થનારી ટ્રેનોનું વર્ણન નીચે મુજબ છે

1.   19 થી 22 માર્ચ 2024 સુધી ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર સ્પેશિયલ

2.   19 થી 22 માર્ચ 2024 સુધી ટ્રેન નંબર 09455 ગાંધીનગર-ભુજ સ્પેશિયલ

3.   18 અને 20 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ

4.   19 અને 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ

5.   21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ

6.   21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 09415 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સ્પેશિયલ

7.   21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ

8.   22 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22951 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સ્પેશિયલ

1.   18 માર્ચ 2024 પુણેથી ચાલતી ટ્રેન નંબર 11092 પુણે-ભુજ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા અમદાવાદ અને ભુજ વચ્ચે આંશિક રદ્દ રહેશે.

2.   20 માર્ચ 2024 ભુજથી ચાલતી ટ્રેન નંબર 11091 ભુજ-પુણે એક્સપ્રેસ ભુજને બદલે અમદાવાદથી શોર્ટ ઓરિજિનેટ થશે તથા ભુજ અને અમદાવાદ વચ્ચે આંશિક રદ્દ રહેશે.

3.   19 માર્ચ 2024 ના રોજ નાગરકોઈલથી ચાલનારી ટ્રેન નંબર 16336 નાગરકોઈલ-ગાંધીધામ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા અમદાવાદ અને ગાંધીધામ વચ્ચે આંશિક રદ્દ રહેશે.

4.   22 માર્ચ 2024 ના રોજ ગાંધીધામથી ચાલનારી ટ્રેન નંબર 16335 ગાંધીધામ-નાગરકોઈલ એક્સપ્રેસ ગાંધીધામની જગ્યાએ અમદાવાદ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે તથા ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે આંશિક રદ્દ રહેશે.

5.   20 અને 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 19405 પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ સામાખ્યાળી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા સામાખ્યાળી અને ગાંધીધામ વચ્ચે આંશિક રદ્દ રહેશે.

6.   21 અને 22 માર્ચ 2024 ની ટ્રેન નંબર 19406 ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસ ગાંધીધામની જગ્યાએ સામાખ્યાળીથી શોર્ટ ઓરિજિનેટ થશે તથા ગાંધીધામ અને સામાખ્યાળી વચ્ચે આંશિક રદ્દ રહેશે.

આ પણ વાંચો:- Gujarat Loksabha Election 2024 Date: ગુજરાતમાં 7 મે મંગળવારના રોજ થશે લોકસભા ચૂંટણી માટે મતદાન- વાંચો વિગત

પરિવર્તિત માર્ગથી ચાલનારી ટ્રેનો

નીચે લખેલી ટ્રેનો પોતાના નિર્ધારિત માર્ગ ગાંધીધામ કેબિન-ગાંધીધામ-આદિપુરના સ્થાને ગાંધીધામ કેબિન-આદિપુર ચાલશે અને ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં.

1.   20 અને 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22955 બાન્દ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ

2.   20 માર્ચ 2024 ની ટ્રેન નંબર 14321 બરેલી-ભુજ એક્સપ્રેસ

3.   20 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22903 બાન્દ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ

4.   21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 20907 દાદર-ભુજ એક્સપ્રેસ

5.   21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ એક્સપ્રેસ

6.   21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22904 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ

7.   21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ

8.   21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22956 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ

9.   21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22908 ભુજ-દાદર એક્સપ્રેસ

10. 22 માર્ચ 2024 ની ટ્રેન નંબર 14312 ભુજ-બરેલી એક્સપ્રેસ

  • 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 12474 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-ગાંધીધામ એક્સપ્રેસ નૉન ઈન્ટરલૉકિંગ કામ પૂર્ણ થતાં સુધી સામાખ્યાળી સ્ટેશન પર રોકાશે.
  • 22 માર્ચ 2024 ની ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ નૉન ઈન્ટરલૉકિંગ કામ પૂર્ણ થવાના એક કલાક પછી પ્રસ્થાન કરશે.

ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંરચના સંબંધિત વિસ્તૃત જાણકારી માટે યાત્રી કૃપા કરીને  www.enquiry.indianrail.gov.in  પર જઈને અવલોકન કરી શકે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો