Sonia gandhi

Sonia gandhi tests covid positive: ફરી સોનિયા ગાંધી થયા કોરોના સંક્રમિત, કોંગ્રેસ નેતાએ આપી જાણકારી

Sonia gandhi tests covid positive: આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે સરકાર દ્વારા જારી પ્રોટોકોલનું પાલન કરતા આઈસોલેશનમાં રહેશે

નવી દિલ્હી, 13 ઓગષ્ટઃ Sonia gandhi tests covid positive: કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી ફરી કોરોના સંક્રમિત થયા છે. સોનિયા ગાંધી સરકારી પ્રોટોકોલ પ્રમાણે ક્વોરેન્ટીન કરવામાં આવશે. આ જાણકારી કોંગ્રેસ નેતા જયરામ રમેશે આપી છે. 

જયરામ રમેશે ટ્વીટમાં લખ્યુ, ‘આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે સરકાર દ્વારા જારી પ્રોટોકોલનું પાલન કરતા આઈસોલેશનમાં રહેશે.’

આ પણ વાંચોઃ PM Meets CWG Champions: વડાપ્રધાન મોદી બર્મિંઘમમાં શાનદાર પ્રદર્શન બાદ રાષ્ટ્રમંડળ ગેમ્સના વિજેતાઓને મળ્યા- જુઓ વીડિયો

લોકસભાના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસ નેતા મીરા કુમાર પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેણમે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.

નોંધનીય છે કે સોનિયા ગાંધીના પુત્રી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમણે સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે તે ફરી કોરોના સંક્રમિત થયા છે અને ઘરમાં પ્રોટોકોલનું પાલન કરતા ખુદને આઈસોલેશન કર્યા છે. 

આ પણ વાંચોઃ Hiraba celebrate har ghar tiranga: PM મોદીની માતા હીરાબાએ બાળકો સાથે લહેરાવ્યો તિરંગો- વાંચો વિગત

Gujarati banner 01