Triranaga Yatra at Ambaji

Triranaga Yatra at Ambaji: અંબાજી શહેરમાં ઝરમર વરસાદમાં પણ ભવ્ય તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવ્યું

Triranaga Yatra at Ambaji: અંબાજી ગબ્બરના 51 શક્તિપીઠ મંદિરોમાં પણ મંદિર ટ્રસ્ટ દ્વારા તિરંગા લગાવવા નો આયોજન હાથ ધરવામાં આવ્યુ

  • અંબાજી શકતિ સેવા કેન્દ્ર દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના હજારો વિદ્યાર્થીઓ જોડાયા
  • અંબાજી ભાજપા મંડળ દ્વારા 2000 જયારે દાંતા ના સરપંચ દ્વારા 1000 તિરંગા લોકો ને નિઃશુલ્ક વિતરણ

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 13 ઓગષ્ટઃTriranaga Yatra at Ambaji: 15 મી ઓગસ્ટએ ભારત દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે જેના ઉપલક્ષ માં ભારત સરકાર સમગ્ર દેશ ભરમાં આઝાદી કે અમૃત મહોત્સવ ઉજવી રહી છે જેના અંતર્ગત આજ તારીખ 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા નો કાર્યક્રમ પણ જાહેર કરાયો છે .જેના ઉપ્લક્ષ માં અંબાજી શ્રી શક્તિ સેવા કેન્દ્રના સંચાલક ઉષાબેન અગ્રવાલ દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના હજારો વિદ્યાર્થીઓ સાથે અંબાજી શહેરમાં ઝરમર વરસાદમાં પણ ભવ્ય તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવ્યું હતું.

બેક પાઇપર બેન્ડ ને ડીજે ના તાલે આ તિરંગા યાત્રા સમગ્ર અંબાજી શહેર માં પરિભ્રમણ કરી ભારતદેશ ની આઝાદીના સુત્રોચાર કરાયા હતા સાથે હર ઘર તિરંગા લગાવા માટે પણ અનુરોધ કરાયો હતો.

47dca516 0aee 46f5 8ff5 c176fdb9a069

આ પણ વાંચોઃ Sonia gandhi tests covid positive: ફરી સોનિયા ગાંધી થયા કોરોના સંક્રમિત, કોંગ્રેસ નેતાએ આપી જાણકારી

હર ઘર તિરંગાના ત્રીદિવસીય કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો સહીત શાળાઓમાં ભણતા બાળકો માં પણ દેશ પ્રેમની ભાવના જાગે તથા ભારતદેશ ની આઝાદી માં વીર શહીદોના બલિદાનનું સ્મરણ તાજા થાય તેવા શુભ આશય થી ઐતિહાસિક રેલીનું આયોજન હાથ ધરાતા સમગ્ર અંબાજી પંથક તિરંગામય બન્યું હતું.

9a0d49af 2135 4e5d bc45 1379d4d6671f

અંબાજી ગબ્બરના 51 શક્તિપીઠ મંદિરોમાં પણ મંદિર ટ્રસ્ટ દ્વારા તિરંગા લગાવવા નો આયોજન હાથ ધરવામાં આવ્યા હોવાનુ આર કે પટેલ (વહીવટદાર મંદિર ટ્રસ્ટ)અંબાજી એ જણાવ્યુ હતુ

જો કે હાર ઘર તિરંગો લગાવા માટે અંબાજી ભાજપા મંડળ દ્વારા 2000 જેટલા તિરંગા નું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું જયારે દાંતા ના સરપંચ દ્વારા 1000 તિરંગા લોકો ને નિઃશુલ્ક વિતરણ કરાયા હતા.

આ પણ વાંચોઃ PM Meets CWG Champions: વડાપ્રધાન મોદી બર્મિંઘમમાં શાનદાર પ્રદર્શન બાદ રાષ્ટ્રમંડળ ગેમ્સના વિજેતાઓને મળ્યા- જુઓ વીડિયો

Gujarati banner 01