jammu kashmir jpeg

જમ્મુ કાશ્મીર(sophia)માં સુરક્ષા દળોની મોટી સફળતા, 3 આતંકીવાંદીઓ ઠાર મરાયા, એક એસપીઓ શહીદ- એક જવાન થયા ઘાયલ

sophia

શ્રીનગર, 17 ફેબ્રુઆરીઃ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શોપિયાં(sophia) જિલ્લાના બડગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલ અથડામણમાં શુક્રવાર સવારે ત્રણ આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા છે. જોકે, આ અથડામણમાં એક એસપીઓ પણ શહીદ થયા છે. તો અન્ય એક જવાન ઘાયલ થયો છે.

Whatsapp Join Banner Guj

મીડિયા રિપોર્ટને મળતી માહિતી અનુસાર, દક્ષિણ કાશ્મીરના શોપિયાં(sophia) જિલ્લાના બડગામના હોમહિના ગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી જેને લઈને સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સુરક્ષા દળોએ આખા ગામને ઘેરી લઇ દરેકે દરેક ઘરની તપાસ કરી હતી. ગામમાં અવવાજવાના તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે. આ દરમ્યાન આતંકવાદીઓ ઘેરાઈ જતા સુરક્ષા દળો પર તેમણે અંધાધુન ફાયરિંગ શરૂ કરી દીધું હતું.  સુરક્ષા દળોએ આ ફાયરિંગનો જડબા ટોડ જવાબ આપ્યો હતો. શુક્રવારની સવારે સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જોકે આ હુમલામાં જમ્મુ કાશ્મીરના એક એસપીઓ શહીદ થયા હતા અને એક જવાન ઘાયલ થયો છે.

ઘાયલ જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તો સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. માર્યા ગયેલ આતંકીઓની ઓળખ નથી થઇ શકી. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર શહીદ એસપીઓનું નામ મોહમ્મદ અલ્તાફ છે.

આ પણ વાંચો..

Mother wish: 11 બાળકોની આ માતા હવે 100 બાળકોને જન્મ આપવા ઇચ્છે છે!