Ramesh pokhariyal

Teachers Eligibility Test (TET)ના ક્વોલિફાઈંગ સર્ટિફિકેટનો વેલિડિટી પિરિયડ 7 વર્ષથી વધારીને આજીવન કરાયો- કેન્દ્રિય શિક્ષણમંત્રી ‘નિશંક’

નવી દિલ્હી, 03 જૂનઃTeachers Eligibility Test: કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ ઘોષણા કરી હતી કે સરકારે ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટના ક્વોલિફાઈંગ સર્ટિફિકેટનો વેલિડિટી પિરિયડ વર્ષ 2011ની પૂર્વ અસરથી 7 વર્ષથી વધારીને આજીવન કરી દેવાનો નિર્ણય કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું, એ ઉમેદવારો કે જેમની 7 વર્ષની સમયમર્યાદા અગાઉ જ પૂર્ણ થઈ ચૂકી છે તેમને ટેટ (Teachers Eligibility Test) પ્રમાણપત્રો રિવેલિડેટ /નવા ઈસ્યુ કરવા માટે આવશ્યક કદમ સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ઉઠાવાશે.

પોખરિયાલે કહ્યું હતું કે આનાથી શિક્ષણક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારો માટે રોજગારીની તકો વધારતું એક હકારાત્મક કદમ બની રહેશે. ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ શાળાઓમાં શિક્ષક તરીકે નિયુક્તિ માટે યોગ્યતા મેળવવા માટેના આવશ્યક યોગ્યતાઓમાંની એક છે. 11 ફેબ્રુઆરી, 2011ના રોજ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (એનસીટીઈ)ની માર્ગદર્શિકાઓમાં દર્શાવાયું છે કે ટેટ(Teachers Eligibility Test)નું આયોજન રાજ્ય સરકારો દ્વારા કરાશે અને ટેટ સર્ટિફિકેટની માન્યતા ટેટ પાસ કર્યાની તારીખથી 78 વર્ષ સુધીની રહેશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

Whatsapp પર કોઈએ તમને કર્યા છે Block? તો આ ટ્રીકથી કરી શકશો ચેટ

ADVT Dental Titanium