school 1605808499 edited e1647265814271

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ, મોટો સવાલ હતો કે કઇ રીતે બનશે Marksheet- વાંચો મૂલ્યાંકનની કાર્ય પદ્ધતિ

ગાંધીનગર,03 જૂન:Marksheet: ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 ના નિયમિત ઉમેદવારોને માસ પ્રમોશનથી પાસ કરવાનો નિર્ણય લીધો હોવાથી પરિણામને લઇને ઉદભવેલા પ્રશ્નોના નિકાળ માટે ભલામણો મેળવવા માટે સરકારે સમિતિની રચના કરી હતી. આ સમિતિ દ્વારા ધોરણના વિદ્યાર્થીને માર્કશીટ(Marksheet) અને ધોરણ 11 માં પ્રવેશને લઇને જોગવાઇઓની ભલામણો રજુ કરવામાં આવી હતી. આ ભલામણોના આધારે આ મુજબ માર્કશીટ તૈયાર કરવામાં આવશે. 

ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની કાર્ય પદ્ધતિ
– ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન(Marksheet) હાલની પદ્ધતિ મુજબ બે ભાગમાં થાય છે. જેને નીચે જણાવ્યા મુજબ ભાગ 1 અને ભાગ 2 મૂલ્યાંકન કરવાનું રહેશે.

Marksheet

શાળાકીય આંતરિક મૂલ્યાંકન(Marksheet) (20 ગુણ)
– ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓનું શાળા દ્વારા 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન.
– શાળા દ્વારા નિયમિત વિદ્યાર્થીઓને તેઓ દ્વારા પસંદ કરેલ વિષયોમાં બોર્ડ દ્વારા નિયત કરેલ ધારા-ધોરણ મુજબ 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન કરવાનું છે.
– શાળાકીય આંતરિક મૂલ્યાંકનના વિષયવાર 20 ગુણમાંથી મેળવેલ ગુણને બોર્ડ દ્વાર તૈયાર કરવામાં આવેલ એપ્લિકેશનમાં ઓનલાઇન કરવાના રહેશે.

શાળાકીય કસોટીઓ/પરીક્ષાઓ આધારિત મૂલ્યાંકન(Marksheet) (80 ગુણ)
– માસ પ્રમોશનના કારણે બોર્ડ દ્વારા આયોજિત 80 ગુણની જાહેર યોજાઇ નથી. જેથી તેના બદલે માધ્યમિક કક્ષાએ લેવાયેલી કસોટીઓ/ પરીક્ષાના આધારે ગુણાંકન માટેની નીચે મુજબની પદ્ધતિ અનુસરવાની રહેશે.

A- વિદ્યાર્થીઓના ધોરણ 9ની પ્રથમ સામાયિક કસોટી (કુલ ગુણ 50)માંથી મેળવેલ ગુણને 40 ટકામાં રૂપાંતરિત કરેલ ગુણ (મહત્તમ 20 ગુણ)

B- વિદ્યાર્થીના ધોરણ 9 ની દ્વિતિય સામાયિક કસોટી (કુલ ગુણ 50) માંથી મેળવેલ ગુણને 40% માં રૂપાંતરિત કરેલ ગુણ (મહત્તમ 20 ગુણ)

C- વિદ્યાર્થીના ધોરણ 10ની તા 19/03/2021 થી તા 27/03/2021 દરમિયાન ઓનલાઇન/ઓફલાઇન માધ્યમથી યોજાયેલ પ્રથમ સામાયિક કસોટી (કુલ ગુણ 80) માંથી મેળવેલ ગુણને 37.5 ટકામાં રૂપાંતરિત કરેલ ગુણ (મહત્તમ 30 ગુણ)

D- વિદ્યાર્થીના ધોરણ 10 ની એકમ કસોટી (કુલ ગુણ 25) માંથી મેળવેલ ગુણને 40 ટકામાં રૂપાંતરિત કરેલ ગુણ (મહત્તમ 10 ગુણ) 

જૂનના અંતિમ અઠવાડિયામાં ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 10ની માર્કશીટ (Marksheet) કેવી બનશે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને ધોરણ 9 સામાયિક કસોટીમાંથી ગુણ(Marksheet) અપાશે. ધોરણ 10માં પ્રમોશન આપ્યાના 21મા દિવસે સરકારે નિર્ણય કર્યો છે. 

ADVT Dental Titanium

આ પણ વાંચો…

Teachers Eligibility Test (TET)ના ક્વોલિફાઈંગ સર્ટિફિકેટનો વેલિડિટી પિરિયડ 7 વર્ષથી વધારીને આજીવન કરાયો- કેન્દ્રિય શિક્ષણમંત્રી ‘નિશંક’