દેશમાં કોરોનાના નવા સ્વરૂપથી સંક્રમિતોની સંખ્યા વધીને ૩૮ થઇ. જાણો ક્યા કેટલા છે…

  • યુકેમાં મળી આવેલા નોવલ કોરોના વાયરસના નવા સ્વરૂપ સંબંધિત અપડેટ
  • દેશમાં નવા સ્વરૂપથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 38 થઇ

અમદાવાદ, ૦૪, જાન્યુઆરી: યુકેમાં મળી આવેલા કોરોના વાયરસના નવા વેરિઅન્ટ જીનોમના કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 38 વ્યક્તિ પોઝિટીવ હોવાનું તેમના નમૂનાના પરીક્ષણમાં બહાર આવ્યું છે.

બેંગલુરુ સ્થિતિ NIMHANSમાં 10, હૈદરાબાદ સ્થિત CCMBમાં 3, પૂણે સ્થિ NIVમાં 5, દિલ્હી સ્થિત IGIBમાં 11, નવી દિલ્હી સ્થિત NCDCમાં 8 અને કોલકાતા સ્થિત NCBGમાં 1 નમૂનામાં વાયરસનું નવું સ્વરૂપ મળ્યું છે.

બેંગલુરુ સ્થિત NCBS, InSTEM, હૈદરાબાદ સ્થિત CDFD, ભૂવનેશ્વર સ્થિત ILS અને પૂણે સ્થિત NCCSમાં આજદિન સુધીમાં યુકેના મ્યૂટન્ટ વાયરસ મળ્યા નથી.

અનુક્રમસંસ્થાલેબોરેટરીકોની નીચે કામ કરે છેનવા કોવિડ વાયરસથી સંક્રમિત મળી આવેલા દર્દીઓની સંખ્યા
1નવી દિલ્હી સ્થિત NCDCMoHFW8
2નવી દિલ્હી સ્થિત IGIBCSIR11
3NCBG કલ્યાણી (કોલકાતા)DBT1
4પૂણે સ્થિત NIVICMR5
5હૈદરાબાદ સ્થિત CCMBCSIR3
6બેંગલુરુ સ્થિત NIMHANSMoHFW10
કુલ38

આ તમામ પોઝિટીવ નમૂનાનું 10 INSACOG લેબોરેટરી (NIBMG કોલકાતા, ILS ભૂવનેશ્વર, NIV પૂણે, CCS પૂણે, CCMB હૈદરાબાદ, CDFD હૈદરાબાદ, InSTEM બેંગલુરુ, NIMHANS બેંગલુરુ, IGIB દિલ્હી, NCDC દિલ્હી) ખાતે જીનોમ શ્રૃંખલા માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

નવા વાયરસથી સંક્રમિત મળી આવેલા તમામ દર્દીઓને સંબંધિત રાજ્ય સરકારો દ્વારા નિયુક્ત કરવામાં આવેલી આરોગ્ય સંભાળ સુવિધાઓ ખાતે એક અલગ રૂમમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના નીકટવર્તી સંપર્કોને પણ ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. સહ-મુસાફરો, તેમના પારિવારિક સંપર્કો અને અન્ય લોકોનું પણ સઘન અને વ્યાપક સંપર્ક ટ્રેસિંગ હાથ ધરવામાં આવ્યું છે. અન્ય નમૂના માટે પણ જીનોમ શ્રૃંખલાનું કામ ચાલી રહ્યું છે.

સમગ્ર પરિસ્થિતિ કાળજીપૂર્વકની દેખરેખ હેઠળ છે અને ઉન્નત દેખરેખ, કન્ટેઇન્મેન્ટ, પરીક્ષણ અને INSACOG લેબોરેટરીઓને નમૂના રવાના કરવા અંગેની સલાહો નિયમિત ધોરણે રાજ્યોને આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *