Twin Tower Demolition 2

Twin Tower Demolition: 3700 કિલો વિસ્ફોટકોથી 32 અને 29 માળના ટાવરને બ્લાસ્ટ દ્વારા જમીનદોસ્ત કરવામાં આવ્યા- વાંચો વિગત

Twin Tower Demolition: વિસ્ફોટ પહેલા લગભગ 7 હજાર લોકોને વિસ્ફોટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા

નવી દિલ્હી, 28 ઓગષ્ટઃ Twin Tower Demolition: નોઈડાના સેક્ટર 93માં બનેલા સુપરટેકના ગેરકાયદે ટ્વીન ટાવરને બપોરે 2.30 વાગ્યે તોડી પાડવામાં આવ્યા હતા. 100 મીટરથી વધુની ઊંચાઈ ધરાવતા બંને ટાવરને ધ્વસ્ત થવામાં માત્ર 12 સેકન્ડનો સમય લાગ્યો હતો. વિસ્ફોટ પહેલા લગભગ 7 હજાર લોકોને વિસ્ફોટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા હતા. 3700 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરીને ઇમારતને તોડી પાડવામાં આવી હતી. ટ્વીન ટાવર હવે કાટમાળમાં ફેરવાઈ ગયું છે.

ટ્વીન ટાવર ધ્વસ્ત થતા જ ધૂળના જબરદસ્ત ગોટેગોટા ઉડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ બે કલાક સુધી હવામાં ધૂળના ગોટેગોટા છવાયેલા રહેશે. ત્યાં આસપાસ લોકોને દૂર કરવામાં આવ્યા છે. હેલ્થ ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને ત્રણ હોસ્પિટલોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.

સવારે 7 વાગે આસપાસની સોસાયટીમાં રહેતા લગભગ 7 હજાર લોકોને એક્સપ્લોઝન ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા હતા. હવે ટ્વીન ટાવરની નજીક કોઈને પણ જવાની પરવાનગી નથી.અહીં માત્ર ડિમોલિશન ટીમ જ હાજર છે.

ટ્વીન ટાવર પાસેના દોઢ કિલોમીટરના સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યા બાદ સીલ કરી દેવામાં આવ્યો છે. ટ્વીન ટાવર પાસેના દરેક રસ્તા પર બેરિકેડિંગ છે. નોઈડા એક્સપ્રેસ વેને બંધ કરી દેવામાં આવ્યો છે અને અહીં માત્ર પોલીસ કર્મચારીઓ જ દેખાય છે.

આ પણ વાંચોઃ PM Modi In Kutch Update: કચ્છ પ્રવાસે PM મોદીએ ભુજમાં યોજ્યો 3 કિલોમીટરનો ભવ્ય રોડ શો, કચ્છવાસીઓને 4 હજાર 748 કરોડના વિકાસકાર્યોની ભેટ

10 માળની મંજુરી, 40 માળના બે નવા ટાવર બનાવી દીધા હતા
2004માં નોઈડા ઓથોરિટીએ સુપરટેકને હાઉસિંગ સોસાયટી બનાવવા માટે એક પ્લોટ ફાળવ્યો હતો. બિલ્ડિંગ પ્લાન 2005માં મંજૂર કરવામાં આવ્યો હતો. તેમાં 10 માળના 14 ટાવર બનાવવાની મંજુરી આપવામાં આવી હતી. 2006માં, સુપરટેકે પ્લાનમાં બદલાવ કરીને 11 માળના 15 ટાવર બનાવ્યા. નવેમ્બર 2009માં પ્લાનમાં ફરીથી બદલીને 24 માળના બે ટાવરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. માર્ચ 2012માં 24 માળ વધારીને 40 કરવામાં આવ્યા હતા. પ્રતિબંધ આવ્યો ત્યાં સુધીમાં તેમાં 633 ફ્લેટ બુક થઈ ચૂક્યા હતા.

હાઈકોર્ટે 8 વર્ષ પહેલા ટ્વીન ટાવર તોડી પાડવાનો આદેશ આપ્યો હતો
ટાવરની બાજુમાં આવેલી એમરેલ્ડ ગોલ્ડ સોસાયટીના રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ ઉદયભાનસિંહ તેવતિયા ટ્વિન ટાવરનો મામલો કોર્ટમાં લઈ ગયા હતા. 2012માં તેમણે ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે 2014માં ટ્વીન ટાવરને ગેરકાયદેસર જાહેર કરીને તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. કહ્યું કે જેમણે અહીં ફ્લેટ બુક કરાવ્યા છે, તેમના પૈસા 14% વ્યાજ સાથે પરત કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2021માં ટાવરને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો, તે હવે ધ્વસ્ત થયા
સુપરટેક બિલ્ડરે આને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો અને 31 ઓગસ્ટ 2021ના રોજ આદેશ આપ્યો હતો કે ટાવરને ત્રણ મહિનામાં એટલે કે નવેમ્બર 2021ના રોજ તોડી પાડવામાં આવે. નોઇડા ઓથોરિટીએ કોર્ટમાં કહ્યું કે આ કામ 22 મે 2022 સુધીમાં પુરુ થઈ જશે. અંતે, તેની તારીખ 28 ઓગસ્ટ 2022 નક્કી કરવામાં આવી હતી. પિટિશન દાખલ કરનાર તેવતિયાના જણાવ્યા અનુસાર ટાવર તોડવાના ફાયદા ત્રણ મહિના પછી જોવા મળશે.

આ પણ વાંચોઃ Film Liger earnings drop drastically: વિજય દેવરાકોંડાની ફિલ્મ ‘લાઇગર’ના કરી શકી ખાસ કમાલ, બીજા દિવસે કમાણીમાં ધરખમ ઘટાડો

Gujarati banner 01