Film Liger earnings drop drastically

Film Liger earnings drop drastically: વિજય દેવરાકોંડાની ફિલ્મ ‘લાઇગર’ના કરી શકી ખાસ કમાલ, બીજા દિવસે કમાણીમાં ધરખમ ઘટાડો

Film Liger earnings drop drastically: બોક્સ ઑફિસ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, આ ફિલ્મે શુક્રવારે ફક્ત 16.75 કરોડનું કલેક્શન કર્યું

મનોરંજન, 28 ઓગષ્ટઃ Film Liger earnings drop drastically: ફિલ્મ ડિસ્ટબ્યુટર, નિર્માતા, ડાયરેક્ટર તથા કલાકારોને લાગતુ હતુ કે, વિજય દેવરાકોંડાની ફિલ્મ ‘લાઇગર’ કમાણી મામલે રેકોર્ડ બ્રેક કરશે, પરંતુ ફિલ્મના પહેલા દિવસની સરખામણીએ બીજા દિવસના કલેક્શનમાં ધરખમ ઘટાડો થયો છે.

આ ફિલ્મની આતુરતાથી રાહ જોવાતી હતી
આ ફિલ્મ 25 ઓગસ્ટે રિલીઝ થઈ છે. ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડા, અનન્યા પાંડે, રોનિત રોય, મકરંદ દેશપાંડે જેવાં કલાકારો છે. આ ફિલ્મને પુરી જગન્નાથે ડિરેક્ટ કરી છે અને કરન જોહરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ હિંદી, તેલુગુ, તમિળ, મલયાલમ તથા કન્નડમાં રિલીઝ થઈ છે.

ફિલ્મના કલેક્શન વિશે વાત કરવામાં આવે તો લાંબો સમય સુધી રાહ જોયા બાદ વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ‘લાઇગર’ 25 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ઓપનિંગ ડે પર વર્લ્ડવાઇડ 33.12 કરોડનું કલેક્શન હતું. આ સાથે જ બીજા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. બીજા દિવસે ‘લાઇગર’ની કમાણીમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ Today Ind vs pak match Asia Cup 2022: આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચનો ખરાખરીનો જંગ જામશે

બોક્સ ઑફિસ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, આ ફિલ્મે શુક્રવારે ફક્ત 16.75 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ‘લાઇગર’ના કલેક્શનની તુલના ‘લાલ સિંહ ચઢ્ઢા’ સાથે કરવામાં આવે તો આમિર ખાનની ફિલ્મે બીજા દિવસે 7.26 કરોડનું કલેક્શન કર્યું હતું. 125 કરોડના બજેટમાં બનેલી ‘લાઇગર’ના તેલુગુ વર્ઝને સૌથી વધુ કમાણી કરી છે.

જે રીતે અનન્યા પાંડે અને વિજય દેવરાકોંડા પ્રમોશન કરી રહ્યા એ મુજબ તો લાગતું હતું કે ફિલ્મ સારી કમાણી કરશે, પરંતુ પહેલા અને બીજા દિવસની કમાણી તો નિરાશાજનક રહી છે. વીકએન્ડમાં આ ફિલ્મ સારું કલેક્શન કરી શકે એવી પણ શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, વિજય દેવરાકોંડાએ ‘લાઇગર’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે. આ ફિલ્મમાં વિજય દેવરાકોંડા, રામ્યા કૃષ્ણન, રોનિત રોય અને મકરંદ દેશપાંડે લીડ રોલમાં છે. આંતરરાષ્ટ્રીય બોક્સર માઇક ટાયસને પણ ‘લાઇગર’માં કેમિયો કર્યો છે. આ ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. કદાચ આ જ કારણ છે કે લોકો સાઉથના એક્ટરની ફિલ્મનો બહિષ્કાર કરવાની માગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ 6G Service Timeline for india: PM મોદીની મોટી જાહેરાત, કહ્યું કે દેશ આ દાયકાના અંત સુધી 6G સર્વિસીસ રજૂ કરવાની તૈયારીમાં

Gujarati banner 01