Uddhav

Uddhav Thakrey Targets Modi Govt: મોંઘવારી મુદ્દે ‘ઉદ્ધવ’નો મોદી સરકાર પર કટાક્ષ, જાણો શું કહ્યું…

  • તમે મોંઘવારીનું ઠીકરું ક્યારેક આના પર તો ક્યારેક તેના પર ફોડતાં રહેશો તો પ્રજાને શું લાભ આપશો

Uddhav Thakrey Targets Modi Govt: ટામેટાં કરતાં પેટ્રોલ સસ્તું અને સરકાર જોડ-તોડની રાજનીતિમાં વ્યસ્તઃ ઉદ્ધવ

મુંબઈ, 07 જુલાઈઃ Uddhav Thakrey Targets Modi Govt: અજિત પવારના બળવા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ થઈ ગઈ છે. ભત્રીજા અજિત પવારે કાકા શરદ પવારના રાજકીય પક્ષ NCP પર પોતાનો દાવો રજૂ કર્યો છે. દરમ્યાન ઉદ્ધવ ઠાકરે જૂથવાળી શિવસેનાએ તેના મુખપત્ર સામના દ્વારા મહારાષ્ટ્રમાં રાજકીય ઘમસાણ અને મોંઘવારી અંગે કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા.

સામનામાં કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે પોષાય તેવા દેખાવા લાગ્યા છે, કેમ કે તેના કરતાં તો ટામેટાં મોંઘા થઈ ગયા છે. હવે પેટ્રોલ સસ્તું લાગે છે કેમ કે ટામેટાંના ભાવ આકાશ આંબી રહ્યા છે. એવી સ્થિતિ નિર્માણ પામી છે. 

મોદી શાસનમાં પણ સ્થિતિ બદલાઇ નથી 

સામનામાં મોંઘવારી અંગે પણ મોદી સરકાર પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પૂછવામાં આવ્યું કે જ્યારે વૈશ્વિક ભાવ ઓછા થાય છે તો તેના પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા કેમ નથી થતા? જો તમે મોંઘવારીનું ઠીકરું ક્યારેક આના પર તો ક્યારેક તેના પર ફોડતાં રહેશો તો પ્રજાને શું લાભ આપશો?

હવે ટામેટાંના ભાવ 150ને વટાવી ગયા છે અને તેમ છતાં તમે મોનસૂનને જવાબદાર ઠેરવી રહ્યા છો. ડુંગળી સાથે પણ વર્ષોથી આવું થતું રહ્યું છે. મોદી રાજમાં શું બદલાયું? 9 વર્ષોમાં લીધેલા નિર્ણયોના ગુણગાન દરેક જગ્યાએ કરો છો પણ મોંઘવારીનું શું? 

‘સરકાર જોડ-તોડના રાજકારણમાં વ્યસ્ત’

સામનામાં તેમણે મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમસાણથી લઈને મણિપુર હિંસા અને મોંઘવારી સુધીની દરેક બાબત પર પ્રહારો કર્યા. તંત્રીલેખમાં લખ્યું હતું કે શાકભાજીના ભાવ ‘ટ્રિપલ સેન્ચ્યુરી’ને આંબી રહ્યા છે. ટામેટાંના ભાવમાં ભડકો બોલાયો છે.  જનતા ગુસ્સાથી લાલઘુમ રહી છે.

મણિપુર સળગી રહ્યું છે પરંતુ મોદી સરકાર હંમેશાની જેમ શાંત અને ઉદાસીન છે. તે 9 વર્ષના શાસનના ઢોલ પીટતી દેખાઈ રહી છે, જોડ-તોડના રાજકારણમાં વ્યસ્ત છે. શું આ સરકારને મોંઘવારીની આગ અને તેમાં સળગતી પ્રજાની હાલતની ખબર છે? 

આ પણ વાંચો… U20 Mayoral Summit: U20 મેયરલ સમિટમાં પધારેલા દેશ-વિદેશના ડેલીગેટ્સે ‘હેરિટેજ વોક’ દ્વારા અમદાવાદનો ઐતિહાસિક વારસો નિહાળ્યો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો