USA UP election reaction

USA UP election reaction: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પર વિદેશમાં વસતા ભારતીયોની પણ નજર, માંગી રહ્યાં છે ફરી એકવાર યોગી સરકાર

USA UP election reaction: સાન ફ્રાન્સિસ્કોના કોંગ્રેસમેન મૂળ ભારતીય રિતેશ ટંડન ઉત્તરપ્રદેશની ચૂંટણી અંગે જણાવે છે કે ઉત્તર પ્રદેશમાં યોગી મુખ્યમંત્રી બન્યા બાદ ત્યાં માફિયારાજનો અંત આવ્યો છે સાથે સાથે ખૂબ જ વિકાસ થયો છે

નવી દિલ્હી, 02 માર્ચઃ USA UP election reaction: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન થઇ ચૂક્યુ છે. ભાજપ અને સમાજવાદી પાર્ટી માટે ખૂબ જ મહત્વની પુરવાર થનાર ચૂંટણી પર વિદેશમાં વસતા ભારતીયો પણ નજર રાખી રહ્યા છે. અમેરિકામાં રહેતા ભારતીય ગુજરાતી અગ્રણીઓ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનું પુનરાવર્તન થાય તેમ માની રહ્યા છે.


સાન ફ્રાન્સિસ્કોના કોંગ્રેસમેન મૂળ ભારતીય રિતેશ ટંડન ઉત્તરપ્રદેશની ચૂંટણી અંગે જણાવે છે કે ઉત્તર પ્રદેશમાં યોગી મુખ્યમંત્રી બન્યા બાદ ત્યાં માફિયારાજનો અંત આવ્યો છે સાથે સાથે ખૂબ જ વિકાસ થયો છે. પૂર્વાંચલ, બુંદેલખંડ, ગંગા અને ગોરખપુર એક્સપ્રેસના નિર્માણ થયા છે. નવ એરપોર્ટના કામ ચાલી રહ્યા છે. યોગી સરકારે ઉત્તર પ્રદેશના વિકાસ માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. યોગીરાજમાં ઉત્તર પ્રદેશમાં અબજો રૂપિયાનું નવું રોકાણ આવ્યું છે અને લાખો નોકરીનું સર્જન થયું છે. આ ચૂંટણીમાં ભાજપ અને યોગી સરકારનો ગત ચૂંટણી કરતાં પણ મોટો વિજય થવાનો છે એવો મને પૂરી વિશ્વાસ છે. યોગીજીએ આઇઆઇએમ કે આઇઆઇટીમાં ભણેલા વ્યક્તિ પણ ન કરી શકે એવું કામ કર્યું છે.

ઈન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડેન્ટ અને લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે જણાવ્યું હતું કે યોગીશાસનમાં પાણી, વીજળી, રોડ જેવા પ્રાથમિક સુવિધાના કાર્યો થયા છે. ગરીબ મહિલાઓને ઉજ્વલા યોજના હેઠળ રાંધણગેસની સુવિધા આપવામાં આવી છે. રામમંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. મોદી અને યોગીજી દ્વારા ઉત્તર પ્રદેશમાં ખૂબ જ સારો વિકાસ થયો છે કાશી કોરિડોર હોય કે અયોધ્યાનો પણ વિકાસ હોય યોગી સરકારે એના માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે એ કારણોસર જ અમેરિકાથી ઉત્તર પ્રદેશના વતની હોય એવા લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉત્તર પ્રદેશ ગયા છે. મને વિશ્વાસ છે કે ઉત્તર પ્રદેશમાં આ વખતે ફરી યોગી સરકાર જ પ્રચંડ બહુમતીથી ચૂંટાઇ આવશે.

આ પણ વાંચોઃ Gujarat Budget 2022 : આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ, આવતી કાલે થશે બજેટની જાહેરાત


ઈન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી ચેરમેન અને જાણીતા બિઝનેસમેન પરીમલ શાહ પણ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં યોગી સરકાર જ ફરી શરૂ થાય એવું માની રહ્યા છે. એમનું કહેવું છે કે યોગી સરકારના રાજમાં ઉત્તર પ્રદેશમાં સર્વાંગી વિકાસ થયો છે. પહેલા છ કલાક વીજળી મળતી હતી એ હવે ૨૪ કલાક મળી રહી છે. જે કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી મળીને જે કર્યા છે તેનાથી સ્પષ્ટ પણે એવું લાગે છે કે અહીં ભાજપની જ ઘણી બધી બેઠકો વધવા સાથે સરકાર બનવાની છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકારનો વિજય થવાનો છે એ નિશ્ચિત છે અને એ જ કારણસર અમે ૧૦મી માર્ચે ઉજવણીની પણ તૈયારી કરી લીધી છે.

પૂર્વ મેયર અને કાઉન્સિલ મેન ટીમ શોએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ભારતનો વિકાસ થયો છે ખાસ કરીને અમેરિકા સાથે આર્થિક સહયોગ વધ્યો છે અને બંને દેશોના સંબંધો મજબૂત બન્યા છે. ઉત્તર પ્રદેશ ભારતનું મોટું રાજ્ય છે અને અમને અહીં વસતા ભારતીયો દ્વારા ત્યાંની સ્થિતિ વિશે જણાવવામાં આવે છે તે પરથી મારું પણ માનવું છે કે ત્યાં ફરી ભાજપની સરકાર બની શકે છે.

Gujarati banner 01