Indian Air Force join to rescue Indians trapped in Ukraine

Indians rescue mission in ukraine: યુક્રેનમાં ફસાયેલા લોકોને કાઢશે C-17 વિમાન, ગંગા ઓપરેશનમાં વાયુસેના પણ જોડાઇ- જુઓ વીડિયો

Indians rescue mission in ukraine: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ચાલી રહેલ ઓપરેશન ગંગામાં વાયુસેનાને પણ જોડાવવાનો આદેશ આપ્યો

નવી દિલ્હી, 02 માર્ચઃ Indians rescue mission in ukraine: યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાનુ અભિયાન ઝડપી કરતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ચાલી રહેલ ઓપરેશન ગંગામાં વાયુસેનાને પણ જોડાવવાનો આદેશ આપ્યો છે.

વાયુસેનાના હવાઈ જહાજના જોડાવવાથી ભારતીયોના પરત ફરવાની ગતિમાં વેગ આવશે. આ સાથે જ ભારતમાંથી મોકલવામાં આવી રહેલ રાહત સામગ્રી પણ વધુ ઝડપથી પહોચશે. ભારતીય વાયુ સેનાના અનેક C-17 વિમાન આજે ઓપરેશન ગંગા હેઠળ ઉડાન શરૂ કરી શકે છે.

આ પણ વાંચોઃ USA UP election reaction: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પર વિદેશમાં વસતા ભારતીયોની પણ નજર, માંગી રહ્યાં છે ફરી એકવાર યોગી સરકાર

ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધી ભારતીય વિમાન 1500ના લગભગ લોકોને યુક્રેનથી પરત લાવી ચુક્યુ છે. હંગરી, ભારત સરકાર પોલેન્ડ, સ્લોવાકિયા સહિત 5 દેશો મારફતે પોતાના નાગરિકોને ઘરે લાવવાનું કામ કરી રહી છે. અત્યાર સુધીમાં 6 ફ્લાઈટ ભારતીયોને લઈને આવી છે. આ અભિયાનને વેગ આપવાના હેતુથી કેન્દ્ર સરકારે એરફોર્સને પણ સામેલ કરવાનો નિર્ણય લીધો છે. લોકોને C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ દ્વારા ભારત લાવવામાં આવશે.

આ પહેલા સોમવારે પીએમ નરેન્દ્ર મોદીએ જ્યોતિરાદિત્ય સિંધિયા, વીકે સિંહ, હરદીપ સિંહ પુરી અને કિરેન રિજિજુને આ અભિયાનમાં જોડાવા માટે કહ્યું હતું. બચાવ કામગીરીની દેખરેખ માટે તમામ મંત્રીઓને યુક્રેનના પડોશી દેશોની મુલાકાત લેવા કહેવામાં આવ્યું હતું.

Gujarati banner 01