પશ્ચિમ રેલ્વે અમદાવાદ – વેરાવળ, અમદાવાદ – ચેન્નઈ સેન્ટ્રલ અને પોરબંદર – મુઝફ્ફરપુર માટે સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ચલાવશે

Railways banner

અમદાવાદ, ૧૮ જાન્યુઆરી: પશ્ચિમ રેલ્વે મુસાફરોની માંગ અને સુવિધા માટે અમદાવાદ – ચેન્નાઈ સેન્ટ્રલ, અમદાવાદ – વેરાવળ અને પોરબંદર – મુઝફ્ફરપુર વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

1. ટ્રેન નંબર 09054/09053 અમદાવાદ – ચેન્નાઈસેન્ટ્રલ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ (સાપ્તાહિક)

ટ્રેન નંબર 09054 અમદાવાદ-ચેન્નાઈ સેન્ટ્રલ સ્પેશિયલ, 23 જાન્યુઆરી 2021 થી આગામી સૂચના સુધી દર શનિવારે અમદાવાદથી 09:40 વાગ્યે ચાલીને બીજા દિવસે 16:00 વાગ્યે ચેન્નઈ સેન્ટ્રલ પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09053 ચેન્નાઈ સેન્ટ્રલ – અમદાવાદ સ્પેશિયલ 22 જાન્યુઆરી 2021 થી આગળની સૂચના સુધી ચેન્નઈ સેન્ટ્રલથી દર શુક્રવારે દોડશે અને બીજા દિવસે 20:55 વાગ્યે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દીશામાં નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી, બોઇસર, વસઈ રોડ, કલ્યાણ, પુના, સોલાપુર, વાડી, યાદગીર, રાયચુર, મંત્રાલયમ રોડ, અદોની, ગુંટાકલ, ગુટી, યેરાગુંટલ, કુડડાપહા, રેનીગુંતા, અરકકોનમ  સ્ટેશનો પર રોકાશે.

ટ્રેન નંબર 09054 તડીપત્રી અને પેરામ્બુર સ્ટેશન પર રોકાશે અને ટ્રેન નંબર 09053 કોડુરુ સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના આરક્ષિત કોચ હશે.

2.ટ્રેન નંબર 09257/09258 અમદાવાદ – વેરાવળ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ (દૈનિક)

ટ્રેન નંબર 09257 અમદાવાદ – વેરાવળ સ્પેશિયલ  22 જાન્યુઆરી, 2021થી આગળની સૂચના સુધી દરરોજ અમદાવાદ થી રાત્રે 22.10 વાગ્યે દોડશે અને બીજા દિવસે સવારે 06:00 કલાકે વેરાવળ પહોંચશે. વાપસીમાં ટ્રેન નંબર 09258 વેરાવળ – અમદાવાદ સ્પેશિયલ 21 જાન્યુઆરી, 2021થી આગળની સૂચના સુધી દરરોજ 21:50 કલાકે વેરાવળથી ચાલીને બીજા દિવસે સવારે 05:40 વાગ્યે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર, થાણ, વાંકાનેર, રાજકોટ, ભક્તિનગર, ગોંડલ, વીરાપુર, નવાગઢ, જેતલસર, જૂનાગઢ, કેશોદ, માલીયા હાટીના અને ચોરવાડ રોડ સ્ટેશન પર રોકાશે.

આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના આરક્ષિત કોચ હશે.

3.ટ્રેન નંબર 09269/09270 પોરબંદર – મુઝફ્ફરપુર – પોરબંદર વિશેષ (દ્વિ-સાપ્તાહિક)

 ટ્રેન નંબર 09269 પોરબંદર – મુઝફ્ફરપુર સ્પેશિયલ 21 જાન્યુઆરી 2021 થી આગળની સૂચના સુધી દર ગુરુવાર અને શુક્રવારે પોરબંદરથી 19:40 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 18:09 વાગ્યે મુઝફ્ફરપુર પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09270 મુઝફ્ફરપુર – પોરબંદર સ્પેશિયલ 24 જાન્યુઆરી 2021 થી આગળની સૂચના સુધી દર રવિવાર અને સોમવારના રોજ મુઝફ્ફરપુરથી 15.15 વાગ્યે દોડશે અને ત્રીજા દિવસે 13:45 વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમલી રોડ, પાલનપુર, અબુરોડ, મારવાડ જંકશન, બ્યાવર અજમેર, જયપુર, બાંદીકુઇ, અલવર, રેવારી, ગુડગાંવ દિલ્હી કેન્ટ, દિલ્હી સરાહી રોહિલા, દિલ્હી જંકશન, મુરાદાબાદ, બરેલી, શાહજહાંપુર, લખનઉ, ગોંડા, ગોરખપુર, સીસવા બજાર, બગાહ, નરકતીયાગંજ, બેટિયા, સાગોલી, બાપુધામ મોતીહારી, ચકિયા અને મહેસી સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના આરક્ષિત કોચ હશે.

આંબલીરોડ સ્ટોપેજ અસ્થાયી રૂપે આપવામાં આવે છે. ચાંદલોડિયા સ્ટેશન પર પ્લેટફોર્મ ના બાંધકામની કામગીરી પૂર્ણ થતાં આ ટ્રેન આંબલીરોડને બદલે ચાંદલોડિયા સ્ટેશન પર રોકાશે.

ટ્રેન નં. 09257,09258 અને 09269 સ્પેશ્યલ ટ્રેનોનું બુકિંગ 20 જાન્યુઆરી 2021 થી અને ટ્રેન નં. 09054 નું બુકિંગ 21 જાન્યુઆરી 2021 થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

આ પણ વાંચો….હુબલી ડિવિઝન પર યાર્ડના રિમોડેલિંગનું કામ મોકૂફ રાખવાના કારણે નિરસ્ત થનારી સ્પેશિયલ ટ્રેનો સમયાનુસાર ચલાવવામાં આવશે