white fungus

એક ઉપાધિ પતી નથી ત્યાં બીજી આવી પડીઃ બ્લૅક ફંગસ બાદ હવે આવી એનાથી પણ વધુ જોખમી વ્હાઇટ ફંગસ(white fungus)- વાંચો સંપૂર્ણ માહિતી

નવી દિલ્હી, 21 મેઃ ભારતમાં કોરોના મહામારી નિયંત્રણમાં આવવાનું નામ નથી લેતી. બ્લૅક ફંગસ એટલે કે મ્યુકરમાયકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એથી સરકાર અને ડૉક્ટરોની ચિંતા વધી ગઈ છે. બ્લૅક ફંગસથી પણ વધુ જોખમી કહેવાતી વ્હાઇટ ફંગસ(white fungus)ના નવા કેસ દેશમાં નોંધાઈ રહ્યા છે.

white fungus

વ્હાઇટ ફંગસ તબીબી ભાષામાં અત્યંત જોખમી ગણાઈ રહી છે. બિહારમાં વ્હાઇટ ફંગસના કેસ નોંધાયા બાદ સરકારનું ટૅન્શન વધી ગયું છે. વ્હાઇટ ફંગસ(white fungus) ફેંફસાંમાં ચેપ ફેલાવવા માટે મુખ્ય જવાબદાર છે. એ સાથે જ આ ફંગસ માણસની ચામડી, નખ, મોઢાની અંદરનો ભાગ, આંતરડાં, કિડની અને મગજને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે.

વ્હાઇટ ફંગસ(white fungus)નો જેને ચેપ લાગે છે, તેવા દર્દીઓના કોરોનાની ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવતા હોય છે, પરંતુ જો સીટી સ્કૅનમાં કોરોનાનાં લક્ષણ દેખાય અને દર્દીનો કલ્ચર રિપૉર્ટ કરવામાં આવે તો આ ફંગસ થયો હોવાનું જણાઈ આવે છે.

white fungus

તબીબોના કહેવા મુજબ ઑક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓને વ્હાઇટ ફંગસ થવાનું જોખમ વધારે હોય છે. જે તેમનાં ફેંફસાંને નુકસાન કરી શકે છે. ફંગસને કારણે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે તેમ જ ડાયાબિટીઝ હોય અને લાંબા સમયથી જેઓ સ્ટેરોઇડ લેતા હોય તેવા દર્દીઓને પણ ફંગસ(white fungus)નો ચેપ લાગવાની શક્યતા ભારોભાર છે. બાળકોને તથા કૅન્સરના દર્દીઓને પણ વ્હાઇટ ફંગસ (white fungus)થઈ શકે છે. ઑક્સિજન અને વેન્ટિલેટરના સપોર્ટ પર રહેલા દર્દીઓના ઉપકરણ ખાસ કરીને ટ્યુબ સેનેટાઇઝ કરેલી હોવી જોઈએ.

આ પણ વાંચો….

કેન્દ્ર સરકારની મોટી જાહેરાતઃ ઈન્કમ ટેક્સ રિટર્ન (income tax return) ભરવાની સમયમર્યાદા બે મહિના લંબાવી, જાણો છેલ્લી તારીખ