Income tax online file

કેન્દ્ર સરકારની મોટી જાહેરાતઃ ઈન્કમ ટેક્સ રિટર્ન (income tax return) ભરવાની સમયમર્યાદા બે મહિના લંબાવી, જાણો છેલ્લી તારીખ

બિઝનેસ ડેસ્ક, 21 મેઃ કેન્દ્ર સરકારે ગુરૂવારના રોજ કરદાતાઓને મોટી રાહત આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2020-21ના ઈન્કમ ટેક્સ રિટર્ન(income tax return) ભરવાની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે. આ સાથે જ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે કંપનીઓ માટે ITR ફાઈલ કરવાની ડેડલાઈનને નવેમ્બર 30 સુધી લંબાવી દીધી છે. CBDT તરફથી જાહેર કરાયેલા સર્કુલરમાં કહેવાયુ છે કે, મહામારીની વિકટ પરિસ્થિતીને જોતા ટેક્સપેયર્સ માટે સમય મર્યાદા વધારી દેવામાં આવી છે.

ઈન્કમ ટેક્સના હાલના નિયમ અનુસાર ITR-1 અથવા ITR-4 ફોર્મ દ્વારા ઈન્કમ ટેક્સ રિટર્ન(income tax return) દાખલ કરનારા એવા કરદાતાને 31 જૂલાઈ સુધી રિટર્ન ભરવાનુ હોય છે. જેના અકાઉન્ટ ઓડિટ કરવા જરૂરી નથી હોતા. બીજી બાજૂ કંપનીઓ અને ફર્મને 31 ઓક્ટોબર સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું હોય છે. જેમના અકાઉન્ટનું ઓડિટ કરવુ જરૂરી હોય છે.

Whatsapp Join Banner Guj

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે કહ્યુ છે કે, કર્મચારીઓ માટે ફોર્મ 16 જાહેર કરવાની સમય મર્યાદાને 15 જૂલાઈ 2021 સુધી લંબાવી દીધુ છે. આ સાથે ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરવાની મર્યાદા 31 ઓક્ટોબર અને ટ્રાંસફર પ્રાઈસિંગ સર્ટિફિકેટ રજૂ કરવાની ડેડલાઈન 30 નવેમ્બર સુધી લંબાવી દીધી છે. લંબિત અથવા સંશોધિત ઈન્કમ ટેક્સ રિટર્ન(income tax return) દાખલ કરવા માટે સમય સીમા લંબાવીને 31 જાન્યુઆરી 2020 કરી દેવામાં આવી છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…..

ગુજરાત માટે રાહતના સમાચાર: હવે મ્યુકર માઇકોસીસ(mucormycosis) દર્દીઓના પરિવારને આસાનીથી મળી રહેશે ઈન્જેક્શન, કેન્દ્રિય મંત્રીએ આપી જાણકારી