National Forensic Sciences University amit shah

Women will get 33% reservation in government jobs: આ રાજયમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 33% અનામત.. જાણો વિગતે

Women will get 33% reservation in government jobs: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર કેન્દ્રીય ગૃહમંત્રીએ ત્રિપુરાની મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે.

અમદાવાદ, 09 માર્ચ: Women will get 33% reservation in government jobs: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગઈ કાલે ત્રિપુરાની રાજધાની અગરતલામાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના નવા કેમ્પસનો શિલાન્યાસ અને ભૂમિપૂજન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ રાજ્યની મહિલાઓ માટે 2022 એક્શન પ્લાન, મહિલા સશક્તિકરણ અભિયાન અને મુખ્ય મંત્રી શ્રમિક કલ્યાણ પ્રકલ્પનું ઉદ્ઘાટન કર્યું.

અમિત શાહે કહ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને ત્રિપુરા સરકારે મહિલા સશક્તિકરણ માટે એક એક્શન પ્લાન જાહેર કર્યો છે. રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે રાજ્યની તમામ સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામત મળશે, મહિલાઓને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અનામત મળશે, રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા ઈચ્છતી મહિલાઓને જો લોન લેવી પડશે તો ભારત સરકાર પણ અનામત આપશે. વ્યાજમાં 3% રિબેટ આપશે

અહીં શાસક ગઠબંધનના ચાર વર્ષ પૂર્ણ થવા પર ગૃહમંત્રી અમિત શાહે એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવશે.

શાહે કહ્યું કે અગરતલા દેશના બાકીના ભાગો સાથે રેલ દ્વારા જોડાયેલું છે. ત્રિપુરામાં 542 કિલોમીટર લાંબો નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો છે. 

બિપ્લબ દેબ સરકારે તમામ સરકારી બજારો અને શોપિંગ કોમ્પ્લેક્સમાં મહિલાઓ માટે 50% દુકાનો આરક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. વેન્ચર કેપિટલ ફંડમાં મહિલા સાહસિકો માટે 50% રકમ અનામત રાખવામાં આવી છે, જે મહિલા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરશે.

આ પણ વાંચોUkraine president: રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી આ મામલે સમાધાન કરવા થયા તૈયાર; જાણો વિગતે

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.