Yogi aditynath

Yogi adityanath swearing ceremony preparation: સીએમ યોગીના શપથ ગ્રહણના દિવસે ગામથી લઈને શહેર સુધીના તમામ મંદિરોમાં પૂજા અને ઘંટ વગાડવાનો કાર્યક્રમ યોજાશે

Yogi adityanath swearing ceremony preparation: શપથગ્રહણવાળા દિવસે ઉત્તરપ્રદેશના દરેક જિલ્લા, શહેર, તાલુકા અને ગામમાં મંદિરોના ઘંટ વગાડવામાં આવશે, આરતી કરાશે અને લોકકલ્યાણ માટે પૂજા-અર્ચના કરાશે

લખનઉ, ૨૨ માર્ચ: Yogi adityanath swearing ceremony preparation: ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ અને તેમના મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ 25 માર્ચે યોજાવાનો છે. આ શપથ ગ્રહણ સમારોહ માટે ભારતીય જનતા પાર્ટી(BJP) દ્વારા જબરદસ્ત તૈયારીઓ (Yogi adityanath swearing ceremony preparation) કરવામાં આવી રહી છે. આ તૈયારીઓ એવી છે, જેમાં શપથગ્રહણવાળા દિવસે ઉત્તરપ્રદેશના દરેક જિલ્લા, શહેર, તાલુકા અને ગામમાં મંદિરોના ઘંટ વગાડવામાં આવશે, આરતી કરાશે અને લોકકલ્યાણ માટે પૂજા-અર્ચના કરાશે.

આટલું જ નહીં, ઉત્તરપ્રદેશના દરેક મઠ-મંદિરથી સાધુ-સંતોને શપથગ્રહણ માટે લખનઉ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. પાર્ટી તરફથી એવો આદેશ આપવામાં આવ્યો છે કે દરેક કાર્યકર્તા તેમની ગાડી પર પાર્ટીનો ઝંડો લગાવીને આવશે. ભારતીય જનતા પાર્ટી શપથગ્રહણ સમારોહને (Yogi adityanath swearing ceremony preparation) એક ભવ્ય ઐતિહાસિક સમારોહ બનાવવાની તૈયારી કરી રહી છે.

ભાજપના પ્રદેશ મહામંત્રી ગોવિંદ નારાયણ શુક્લ તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે લખનઉમાં આયોજિત શપથગ્રહણ સમારોહમાં રાજ્યના દરેક જિલ્લા, મંડળ અને શક્તિ કેન્દ્રના કાર્યકરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. એ માટે જિલ્લા-અધ્યક્ષોને આદેશ આપવામાં આવ્યા છે કે તેઓ યાદી બનાવીને હેડક્વાર્ટર પર મોકલી આપે, જેથી એ પ્રમાણે બેઠક વ્યવસ્થા કરી શકાય.

આ પણ વાંચો: Russia-ukraine war big update: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સિક્રેટ ગર્લફ્રેન્ડ તથા સિક્રેટ પુત્રી વિશે મોટા સમાચાર, વાંચો વિગતે

ભાજપના આદેશ પ્રમાણે એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે દિવસે શપથગ્રહણ સમારોહ કાર્યક્રમ થશે એ દિવસે સવારે આઠથી દસ વાગ્યા સુધી રાજ્યના દરેક કેન્દ્ર સ્તરના કાર્યકર્તાઓ તેમના વિસ્તારમાં મંદિરોમાં લોકકલ્યાણ માટે પૂજા-અર્ચના કરાવશે. ઉત્તરપ્રદેશના દરેક જિલ્લા, શહેર, તાલુકા અને ગામડાંના મુખ્ય ચાર રસ્તાઓ પર હોર્ડિંગ્સ અને બેનર્સ લગાવવામાં આવી રહ્યાં છે. ભાજપના કાર્યકર્તાઓએ શપથગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પરંતુ રાજ્યના દરેક જિલ્લાના ખાસ વર્ગના લોકોને પણ લખનઉ આવવા આમંત્રણ આપ્યું છે. તેમાં સમાજસેવી, સાહિત્યકાર, પ્રોફેશનલ્સ, ડોક્ટર, એન્જિનિયર સહિત દરેક વર્ગના અગ્રણી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. લખનઉ પહોંચવામાં કાર્યકર્તાઓને કોઈ તકલીફ ના થાય એ માટે હેડક્વાર્ટરથી જ દરેક લોકોને આમંત્રણ કાર્ડ અને એન્ટ્રી પાસની વ્યવસ્થા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભાજપ-પ્રવક્તા રાકેશ ત્રિપાઠીના જણાવ્યા પ્રમાણે, 25 માર્ચે થનારા શપથગ્રહણ સમારોહને એક ઐતિહાસિક શપથગ્રહણ સમારોહ બનાવવામાં આવશે.

Gujarati banner 01