Akhilesh Yadav and Azam Khan resigned from the Lok Sabha

Akhilesh Yadav and Azam Khan resigned from the Lok Sabha: અખિલેશ યાદવ અને આઝમ ખાને લોકસભામાંથી આપ્યું રાજીનામુ, જાણો શું છે કારણ?

Akhilesh Yadav and Azam Khan resigned from the Lok Sabha: અખિલેશ યાદવ અને આઝમ ખાનના રાજીનામાથી લોકસભાની બે સીટ ખાલી પડી છે. એટલે કે લોકસભા ચૂંટણી 2024 પહેલાં બંને સીટો પર પેટાચૂંટણી યોજાશે

નવી દિલ્હી, 22 માર્ચઃ Akhilesh Yadav and Azam Khan resigned from the Lok Sabha: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષના અખિલેશ યાદવે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળીને મંગળવારે સાંસદ પદેથી પોતાનું રાજીનામુ આપી દીધુ છે. તેઓ આઝમગઢથી 2019માં લોકસભા ચૂંટણી જીતી સંસદ પહોંચ્યા હતા. આ સાથે પાર્ટી નેતા આઝમ ખાને પણ સંસદના સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. અખિલેશ યાદવ આ વખતે કરહલ સીટથી જીતીને વિધાનસભા પહોંચ્યા છે. એટલે તેમણે લોકસભાના સાંસદ પદેથી રાજીનામુ આપી વિધાનસભામાં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટેનો નિર્ણય લીધો છે. 

મહત્વનું છે કે અખિલેશ યાદવે 67 હજાર 504 મતના અંતરથી પોતાના વિરોધી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કરહલ સીટ પરથી પરાજય આપ્યો હતો. અખિલેશ વિરુદ્ધ ભાજપે કેન્દ્રીય મંત્રી એસપી બધેલને કરહલ સીટ પર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તેમને 80 હજાર 692 મત મળ્યા હતા. કરહલ સીટને સમાજવાદી પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.

વર્ષ 1993થી સમાજવાદી પાર્ટી કરહલ સીટ જીતતી આવી છે. પરંતુ વર્ષ 2002માં ભાજપે અહીં જીત મેળવી હતી. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવની આગેવાનીમાં વિપક્ષની મોટી પાર્ટીના રૂપમાં ઉભરી હતી. આ સાથે સપાએ જયંત ચૌધરીના રાષ્ટ્રીય લોકદળ, ઓમ પ્રકાશ રાજભરની સુહેલદાવ ભારતીય સમાજ પાર્ટીની સાથે ગઠબંધન કરી યોગી આદિત્યનાથને પડકાર આપવાના ઈરાદાથી વિધાનસભામાં ઉતરી હતી. 

આ પણ વાંચોઃ CRPF jawan firing case: સલાબતપુરા પોલીસે પત્ની પર ફાયરિગ કરાવનાર CRPFમાં ફરજ બજાવતા પતિને ઝડપી પાડ્યો- વાંચો શું છે મામલો?

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને અખિલેશ યાદવની સાથે લોકસભાના સાંસદ પદેથી રાજીનામુ આપ્યું છે. તે રામપુરથી લોકસભા સાંસદ હતા. પરંતુ આ વખતે આઝમ ખાન રામપુરથી વિધાનસભા ચૂંટણીમાં ઉતર્યા હતા, અને તેને જીત મળી હતી. હવે આઝમ ખાને વિધાનસભામાં રહેવાનો નિર્ણય કર્યો છે, એટલે તેમણે લોકસભામાંથી રાજીનામુ આપી દીધુ છે. અખિલેશ યાદવ અને આઝમ ખાનના રાજીનામાથી લોકસભાની બે સીટ ખાલી પડી છે. એટલે કે લોકસભા ચૂંટણી 2024 પહેલાં બંને સીટો પર પેટાચૂંટણી યોજાશે. 

Gujarati banner 01