Sabudana Khichdi

Sabudana Khichdi Recipe: શ્રાવણ મહિનામાં ઝટપટ ઘરે જ બનાવો ફરાળી સાબુદાણાની ખીચડી, વાંચો સંપૂર્ણ રેસિપી…

Sabudana Khichdi Recipe: સાબુદાણાની ખીચડી હેલ્ધી હોવાની સાથે ટેસ્ટી પણ હોય છે

અમદાવાદ, 03 જુલાઈઃ Sabudana Khichdi Recipe: શ્રાવણ માસના ઉપવાસ દરમિયાન મોટાભાગે સાબુદાણાનો ઉપયોગ કરવામાં આવે છે. સાબુદાણાની ખીચડી હેલ્ધી હોવાની સાથે ટેસ્ટી પણ હોય છે. સાબુદાણાની ખીચડી બનાવવા માટે મુખ્યત્વે સાબુદાણા, બટાકા, મગફળી અને ઉપવાસમાં વપરાતા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે.

જોકે સાબુદાણાની ખીચડીમાં અનેક લોકોની ફરિયાદ હોય છે કે બહાર જેવી છૂટ્ટી બનતી નથી. આમ, તમે ઘરે બનાવો અને આવું થાય છે તો આ રીત નોંધી લો. તમે આ પ્રોપર રીતે સાબુદાણાની ખીચડી બનાવશો તો ટેસ્ટમાં મસ્ત અને છૂટ્ટી બનશે.

સાબુદાણા ખીચડી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ સાબુદાણા
  • 1/2 કપ મગફળી
  • 1 બટેટુ બાફેલું
  • ઝીણા સમારેલા લીલા ધાણા
  • 5-6 કરી પત્તા
  • 2 લીલા મરચા સમારેલા
  • 1 ટીસ્પૂન લીંબુ, ઘી/તેલ, સિંધાલુ મીઠું.

સાબુદાણા ખીચડી બનાવવાની રીત

> સાબુદાણાની ખીચડી બનાવવા માટે સૌપ્રથમ સાબુદાણાને સારી રીતે ધોઈ લો.
> તેને ઓછામાં ઓછા 2 કલાક સ્વચ્છ પાણીમાં પલાળી રાખો.
> સાબુદાણાને પાણીમાં પલાળી રાખવાથી ફૂલી જશે અને નરમ થઈ જશે.
>નિયત સમય પછી એક તપેલીમાં મગફળી નાખીને મધ્યમ તાપ પર સારી રીતે શેકી લો.
> જ્યારે મગફળી સારી રીતે શેકાઈ જાય ત્યારે તેને વાસણમાં કાઢીને તેની છાલ કાઢી લો.
> હવે મગફળીને બરછટ પીસીને બાજુ પર રાખો. આ પછી, બાફેલા બટેટા લો અને તેના નાના ટુકડા કરો.
> બીજી તરફ સાબુદાણા ફૂલી જાય પછી તેને એક વાસણમાં કાઢીને રાખો.
> હવે એક પેનમાં તેલ મૂકી ધીમી આંચ પર ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.
> જીરું તડતડવા લાગે ત્યારે તેમાં કઢી પત્તા અને લીલાં મરચાં નાખીને બરાબર શેકી લો.
આ પછી તેમાં સમારેલા બાફેલા બટેટા નાખીને ફ્રાય કરો.
> હવે તેમાં સાબુદાણા નાખો અને બધું બરાબર મિક્સ કરો.
> ખીચડીને કઢાઈમાં ઢાંકીને ધીમી આંચ પર લગભગ 5 મિનિટ સુધી ચઢવા દો.
> વચ્ચે એક કે બે વાર સાબુદાણાને હલાવો. (ખાસ ધ્યાન એ રાખો કે સાબુદાણાની ખીચડી હળવા હાથે હલાવવાની રહેશે.)
આ પછી તેમાં મગફળીનો ભૂકો નાખીને સાબુદાણા સાથે સારી રીતે મિક્સ કરો.
> ખીચડીને ફરીથી 1 થી 2 મિનિટ સુધી પાકવા દો. આ પછી ગેસ બંધ કરી દો.
> ખીચડીમાં સ્વાદ મુજબ સિંધાલુ મીઠું અને લીંબુનો રસ ઉમેરીને ખીચડીમાં બરાબર મિક્સ કરો.
> તમારા ઉપવાસ માટેની સાબુદાણાની ખીચડી તૈયાર છે. ખીચડીમાં લીલા ધાણા ઉમેરી સર્વ કરો.

આ પણ વાંચો… 11 Lakh Indian Twitter Accounts Banned: ટ્વિટરે 11 લાખ ભારતીય એકાઉન્ટ બંધ કર્યા, જાણો શું છે કારણ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો