Shahi falooda

Shahi falooda: ફટાફટ નોંધી લો ‘શાહી ફાલુદા’ બનાવવાની રીત, એકદમ બહાર જેવો જ ટેસ્ટ આવશે

Shahi falooda: એક વાર ઘરે તમે આ રીતે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે

વાનગી, 08 જૂનઃ Shahi falooda: ગરમીના દિવસોમાં ફાલુદા પીવાની મજા જ કંઇક અલગ આવે છે. ફાલુદા સ્વાદથી ભરપૂર હોય છે. ફાલુદા દરેક લોકો મન ભરીને પીતા હોય છે. સ્ટ્રીટ ફુડ રીતે ફાલુદાને પસંદ કરવામાં આવે છે. બાળકોને પણ ફાલુદા ભાવતો હોય છે. તો આજે અમે તમે પણ ઘરે આ રીતે ફાલુદા બનાવો.

સામગ્રી

  • 7 રોઝ ફ્લેવર કુલ્ફી
  • 2 લીટર દૂધ
  • ½ કપ તખમરીયા
  • 3 ચમચી ખાંડ
  • 2 ચમચી જીલેટીન પાઉડર
  • 3 ચમચી સ્ટ્રોબેરી સિરપ
  • ફાલુદા મિક્સ પિસ્તા ફ્લેવર
  • ડ્રાય ફ્રૂટ્સ
  • ટૂટી ફૂટી
  • ચોકો ચિપ્સ
  • ચેરી
  • રોઝ સિરપ

આ પણ વાંચોઃ New rules for air travel: DGCAએ કોરોનાના વધતા કેસને લઈને લાગૂ કર્યા નવા નિયમ એરપોર્ટ અને વિમાનમાં માસ્ક લગાવવું ફરજીયાત

બનાવવાની રીત

  • ફાલુદા બનાવવા માટે સૌ પ્રથમ તખમરીયાને પાણીમાં પલાળી દો.
  • તખમરીયાને 15 થી 20 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો.
  • પછી જેલી બનાવવા માટે તમે બે કપ પાણીમાં ખાંડ નાંખીને ગેસ પર ઉકળવા માટે મુકો.
  • જેમ ખાંડ ઓગળવા લાગે એમ એમાં જિલેટિન પાઉડર નાંખો.
  • 5 સેકન્ડ પછી ગેસ બંધ કરો અને મિશ્રણને ઠંડુ થવા માટે મુકી દો.
  • જેલી જમાવવા માટે ફ્રિજમાં મુકી દો.
  • પછી એક વાસણ લો અને એમાં દૂધ ગરમ કરીને ઉકાળો.
  • જેવું દૂધ ઉકળી જાય એટલે એમાં પિસ્તા અને ફાલુદા એડ કરો.
  • દૂધને બરાબર ઉકળવા દેવાનું છે.
  • હવે ઉકળેલા દૂધને ઠંડુ કરવા માટે ફ્રિજમાં મુકી દો.
  • પછી જામેલી જેલીને ફ્રિજમાંથી બહાર કાઢીને એક ગ્લાસમાં લઇ લો અને એમાં તખમરીયા એડ કરો.
  • પછી એમાં ફાલુદા, રોઝ કુલ્ફી, રોઝ સિરપ અને જેલી એડ કરો.
  • હવે આમાં ટૂટી ફ્રુટી, ચોકો ચિપ્સ, ડ્રાય ફ્રૂટ્સ એડ કરીને મિક્સ કરી લો.
  • બધી વસ્તુઓ એડ કર્યા પછી એમાં બરફ નાંખો.
  • તો તૈયાર છે સ્વાદિષ્ટ શાહી ફાલુદા.  (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Increase in prices for kharif crops has been approved: કેન્દ્ર સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય, ખરીફ પાકમાં ટેકાના ભાવમાં વધારાને આપી મંજૂરી

Gujarati banner 01