lord vishnu

Apara Ekadashi: આજે અપરા એકાદશી, વ્રત રાખી ન શકાય તો વિષ્ણુ-લક્ષ્મી સાથે પીપળા અને તુલસીની પૂજા કરો

Apara Ekadashi: જ્યોતિષ પ્રમાણે થોડા લોકો શારીરિક તકલીફના કારણે વ્રત-ઉપવાસ કરી શકતા નથી. તેમના માટે ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે વ્રત ન રાખી શકો તો ભગવાન વિષ્ણુ-લક્ષ્મી સાથે પીપળા અને તુલસીની પૂજા કરવાથી પણ વ્રત-ઉપવાસ રાખવા જેટલું પુણ્ય મળે છે.

ધર્મ ડેસ્ક, 26 મેઃ Apara Ekadashi: 26મીએ વૈશાખ મહિનાના વદ પક્ષની એકાદશી છે. જેને અપરા કે અચલા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ખાસ પૂજા અને વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. માન્યતા છે કે તેના દ્વારા દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે. પરંતુ સ્વાસ્થ્યના કારણે જો કોઈ દિવસે વ્રત-ઉપવાસ ન કરી શકો, તો ભગવાન વિષ્ણુ-લક્ષ્મી સાથે પીપળા અને તુલસીની પણ પૂજા કરો. આવું કરવાથી પણ આ દિવસે વ્રતનું પુણ્ય ફળ મળે છે.

અપરા એકાદશીએ કરવામા આવતા પૂજાપાઠથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ શકે છે. આ દિવસે વ્રત અને ઉપવાસ કરવાની પરંપરા છે. જ્યોતિષ પ્રમાણે થોડા લોકો શારીરિક તકલીફના કારણે વ્રત-ઉપવાસ કરી શકતા નથી. તેમના માટે ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે વ્રત ન રાખી શકો તો ભગવાન વિષ્ણુ-લક્ષ્મી સાથે પીપળા અને તુલસીની પૂજા કરવાથી પણ વ્રત-ઉપવાસ રાખવા જેટલું પુણ્ય મળે છે.

આ પણ વાંચોઃ Benefits of mint syrup: ઉનાળામાં ફુદીનાનું શરબત પીવો, પેટના દુખાવા અને બળતરામાં મળશે રાહત

એકાદશીના દિવસે શું-શું કરવું
એકાદશીએ સવારે પીપળા અને તુલસીને જળ ચઢાવવું. પીપળાની પરિક્રમા કરવી. સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવો અને તુલસીની પરિક્રમા કરવી. ભગવાન વિષ્ણુને ખીર, પીળા ફળ અથવા પીળા રંગની મીઠાઈનો ભોગ ધરાવવો. આ દિવસે દક્ષિણાવર્તી શંખમા ગંગાજળ મિક્સ કરીને તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ. કોઈ મંદિરમાં જઈને ઘઉં કે ચોખાનું દાન કરો. ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર અને તુલસીની માળા ચઢાવો

એકાદશીના દિવસે શું-શું ન કરવું
એકાદશી વ્રત રાખનાર લોકોએ અનાજનું સેવન કરવું જોઈએ નહીં. આ દિવસે ઘરના કોઈપણ વ્યક્તિએ ચોખા પણ ખાવા જોઈએ નહીં. ચોખાથી બનેલી વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ. ગુસ્સો કરવો જોઈએ નહીં. ઘરમાં કે બહાર કોઈપણ પ્રકારના ઝઘડા અને ક્લેશથી બચવું જોઈએ. નહીંતર વ્રતનું ફળ મળી શકતું નથી. સવારે મોડે સુધી સૂવું જોઈએ નહીં. કોઈપણ પ્રકારનો નશો ન કરો. વ્રત કરનાર વ્યક્તિએ ખોટું બોલવું નહીં અને ખરાબ કામ કરવા જોઈએ નહીં.

આ પણ વાંચોઃ Imran Khan to be arrested: ઈમરાન ખાનની થશે ધરપકડ, પાકિસ્તાન સરકારે કહ્યું- બીજો કોઈ વિકલ્પ નથી

Gujarati banner 01