hindu calendar panchang

Bhadaro month: 25 સપ્ટેમ્બર સુધી ભાદરવા મહિનો, જાણો પુરાણો શું કહે છે આ મહિના વિશે

Bhadaro month: આ ચાતુર્માસના ચાર પવિત્ર મહિનામાં બીજો મહિનો પણ છે.

ધર્મ ડેસ્ક, 29 ઓગષ્ટઃ Bhadaro month: હિંદુ કેલેન્ડરનો ભાદરવા મહિનાનો સુદ પક્ષ 25 સપ્ટેમ્બર સુધી રહેશે. આ મહિનો આજથી શરૂ થઈ ગયો છે. આ મહિનાના દેવતા ચંદ્ર છે અને આ મહિને ભગવાન વિષ્ણુની હ્રષિકેશ સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. આ ચાતુર્માસના ચાર પવિત્ર મહિનામાં બીજો મહિનો પણ છે. પવિત્ર ચાતુર્માસ દરમિયાન આવવાથી ગ્રંથો પ્રમાણે આ મહિને થોડા ખાસ નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

જાણો આ મહિનાનું મહત્ત્વઃ
ભાદરવા મહિનામાં હિંદુ ધર્મના મોટા વ્રત, પર્વ અને ઉત્સવ ઊજવવામાં આવે છે. આ મહિને કેવડા ત્રીજ, ગણેશોત્સવ, ઋષિ પાંચમ, ડોલ અગિયારસ અને અનંત ચૌદશ જેવા તહેવાર આવે છે. આપણાં ઋષિ-મુનીઓએ ભાદરવા મહિનામાં આ તહેવારોથી કર્મ અને બુદ્ધિના સંતુલનને જણાવ્યું છે. આ સાધનાથી જીવનમાં સફળતા મેળવવાનો સંદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ National Sports Day: રાષ્ટ્રીય ખેલ દિવસ પર વાંચો સુરતની ડોલ્ફિન ગર્લ તરીકે ઓળખાતી કલ્યાણી સક્સેનાની કહાણી

આ મહિને શું કરવું અને શું નહીં
1. શારીરિક શુદ્ધિ માટે પંચગવ્ય પીવું જોઈએ. પંચગવ્ય ગાયના દૂધ, દહીં, ઘી, મૂત્ર અને ગોબરને મિક્સ કરીને બનાવવામાં આવે છે. તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને પાપ પણ દૂર થાય છે.
2. એક સમયે ભોજન કરવું જોઈએ. તેનાથી પાપ દૂર થાય છે અને પુણ્ય વધે છે.
3. માગીને ભોજન કરવું નહીં. આ સિવાય ઉપવાસ પણ કરવામાં આવે છે.
4. આ મહિને લાકડાના પલંગ ઉપર ગાદલા વિના સૂવું જોઈએ.
5. તામસિક ભોજન એટલે લસણ, ડુંગળી અને માંસાહારથી બચવું જોઈએ.
6. દરેક પ્રકારનો નશો કરવાથી બચવું જોઈએ.

શું ન કરવું
1. ભાદરવા મહિનામાં ગોળ અને મધનું સેવન કરવું જોઈએ નહીં.
2. તેલ માલિશ કરવી જોઈએ નહીં.
3. તળેલું ભોજન કરવું જોઈએ નહીં.
4. પાનવાળા શાકભાજીઓ, મૂળો અને રીંગણ ખાવા જોઈએ નહીં.
5. દહીં અને ચોખા ખાવા જોઈએ નહીં.

આ પણ વાંચોઃ Maruti Suzuki India completes 40 yrs: PM મોદીએ ભારત-જાપાન સંબંધોને મજબૂત બનાવવામાં પૂર્વ વડાપ્રધાન સ્વ. શિન્ઝો આબેને યાદ કર્યા

Gujarati banner 01