Chandakya niti

Chanakya Niti: દામ્પત્ય જીવનને સફળ બનાવવા માંગો છો? તો વાંચો ચાણક્ય નીતિમાં જણાવેલા આ 4 ગુણો વિશે

Chanakya Niti: એક સારું દામ્પત્ય જીવન ત્યારે જ સફળ થઈ શકે છે જ્યારે પતિ અને પત્ની બંને એકબીજાને સમજતા હોય અને ખુશ રાખતા હોય. એટલા માટે જીવનસાથી વિશે આ વાતો જાણવી છે જરુરી

જ્યોતિષ ડેસ્ક, 15 જુલાઇઃ Chanakya Niti: આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ ગ્રંથ એટલે કે ચાણક્ય નીતિમાં મનુષ્યના જીવનને સરળ અને સફળ બનાવવા સાથે જોડાયેલી વાતોનો ઉલ્લેખ કર્યો છે. ચાણક્ય એક મહાન શિક્ષક, કુશળ અર્થશાસ્ત્રી અને માહિર કુટનીતિજ્ઞ હતા. આચાર્ય ચાણક્યએ છોકરા અને છોકરી બંને માટે લગ્ન પહેલાં અમુક ખાસ વાતો જણાવી છે.

જણાવી દઈએ કે, વૈવાહિક જીવનમાં ખુશહાલી હોવી ખૂબ જ જરૂરી છે. એક સારું દામ્પત્ય જીવન ત્યારે જ સફળ થઈ શકે છે જ્યારે પતિ અને પત્ની બંને એકબીજાને સમજતા હોય અને ખુશ રાખતા હોય. આ માટે સબંધમાં મજબૂતી હોવી જરૂરી છે. એટલા માટે જીવનસાથી વિશે કઈ વાતો જાણવી જરૂરી છે તે ચાણક્ય નીતિમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. 

1. ગુણ જુઓ
આચાર્ય ચાણક્યનું માનવું છે કે, લગ્ન પહેલાં છોકરા અને છોકરીમાં જોવા વાળી મહત્વની વાત છે તે ગુણ છે. ચાણક્યનું કહેવું છે કે, સુંદરતાની જગ્યાએ પહેલાં ગુણોને મહત્વ આપવુ જોઈએ. ગુણી વ્યક્તિને દરેક જગ્યાએ સન્માન મળે છે અને તો કોઈ પણ પરિસ્થિતિમાં લડવા માટે સક્ષમ હોય છે. અને તેને સફળતા ચોક્કસથી મળે છે. 

આ પણ વાંચોઃ HBD CM: આજે CM ભુપેન્દ્ર પટેલનો જન્મ દિવસ, દાદા ભગવાનની ભક્તિથી કરી દિવસની શરુઆત

2. ક્રોધ પર આપો ધ્યાન
કહેવાય છે કે, ક્રોધ વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન છે. વ્યક્તિના દામ્પત્ય જીવનમાં પ્રવેશ કર્યા બાદ ગુસ્સો જીવનસાથી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. માટે લગ્ન પહેલાં જ વ્યક્તિએ પોતાના જીવનસાથીના ગુસ્સાને પારખી લેવો ખૂબ જ જરૂરી છે. વધારે પડતો ગુસ્સો તમને મુશ્કેલીમાં નાખી શકે છે. 

3. ધાર્મિક છે કે નહીં
જીવનસાથી ધાર્મિક છે કે નહીં તે પારખવું ખૂબ જ જરૂરી છે. વ્યક્તિ કોઈ પણ હોય, કેવો પણ હોય, ક્યાંય પણ હોય તે ધાર્મિક હોવો જોઈએ. લગ્ન પહેલાં કોઈ પણ છોકરી અથવા છોકરો પોતાના જીવનસાથી વિશે તે જાણી લે કે, તે ધાર્મિક છે કે નથી. 

4. આદર, માન આપનાર હોવા જોઈએ
લગ્ન પહેલાં કોઈ પણ છોકરો અથવા છોકરીએ એ પણ જોવું જોઈએ કે, તે વ્યક્તિ માન આપે છે કે નહીં. કેમ કે, જે વ્યક્તિ સન્માન નહીં કરે તે વ્યક્તિને પણ સન્માન નહીં મળે. કહેવાય છે કે, જે જેવું આપે છે તેને તેવું મળે છે. માટે તમે તમારા જીવનસાથીમાં તે જુઓ કે તે વૃદ્ધોનું સન્માન કરે છે કે નહીં. 

આ પણ વાંચોઃ G-RIDE: જામનગરના બેડી બંદર પરથી નવા ટ્રેન રૂટ પર કોલસાનો જથ્થો રવાના કરાયો

Gujarati banner 01