lord vishnu

Devpodhi ekadashi: આજે દેવપોઢી અગિયારસ સાથે તહેવારો શરુ, આ ચાર મહિના ભક્તિ કરવા માટે શ્રેષ્ઠ

Devpodhi ekadashi: આજથી નાની બાળકીઓના ગૌરી વ્રત શરુ

ધર્મ ડેસ્ક, 20 જુલાઇઃ Devpodhi ekadashi: આજે મંગળવારના રોજ અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવપોઢી એકાદશીની સાથે ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સાથે જ ધાર્મિક તહેવારોની સિઝન પણ શરૂ થશે. જ્યારે 15 નવેમ્બરે કારતક સુદ અગિયારસ એટલે કે દેવઊઠી અગિયારસે ચાતુર્માસ પૂરાં થશે. આ ચાર મહિના દરમિયાન લગ્ન સહિત શુભ માંગલિક કાર્યો વર્જિત મનાય છે.

હવે નવેમ્બર મહિનામાં લગ્નનાં મુહૂર્તો આવશે. ચાતુર્માસ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું કે, અષાઢ સુદ એકાદશીએ ભગવાન પોઢે છે. આથી તે એકાદશીને દેવપોઢી એકાદશી કહેવાય છે.

ભાદરવા સુદ એકાદશીએ પડખું ફેરવે છે, તેથી તેને પાર્શ્ચવર્તી એકાદશી કહેવાય છે અને કારતક સુદ એકાદશીએ તેઓ જાગે છે, તેથી તે એકાદશીને દેવઊઠી એકાદશી કહેવાય છે. શિક્ષાપત્રીમાં શ્લોક 76થી 78માં જણાવાયું છે કે, આ સમયગાળામાં ભગવાનની કથા સાંભળવાનું, વાંચવાનું, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવાનું તથા સ્તોત્રનો પાઠ કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે.

ચાતુર્માસ દરમિયાન માંગલિક કર્યો નિષેધ મનાય છે. 15 નવેમ્બરે દેવઊઠી અગિયારસ(Devpodhi ekadashi) બાદ લગ્નનાં 13 જ મુહૂર્ત બાકી રહેશે. વર્ષ 2021 દરમિયાન માંગલિક કાર્ય માટે 72 મુહૂર્ત હતાં.
નવેમ્બરનાં મુહૂર્ત: તારીખ 16, 20, 21, 26, 28, 29, 30
ડિસેમ્બરનાં મુહૂર્ત: 1, 7, 8, 9, 13, 14

ચાતુર્માસમાં હિંડોળાનાં દર્શનનો પણ મહિમા છે. અષાઢ વદ બીજે 25 જુલાઈએ ઠાકોરજીનાં હિંડોળાનાં દર્શનનો પ્રારંભ થશે, જે 15 દિવસથી એક મહિના સુધી ચાલશે. ખાસ તો વૈષ્ણવ સંપ્રદાયમાં અને સ્વામિનાયરાયણ સંપ્રદાયમાં હિંડોળા દર્શનનું આયોજન કરાશે. કાલુપુર સ્વામિનાયરાયણ, બીએપીએસ, ગાદી સંસ્થાન, એસજીવીપી ગુરુકુળ, કુમકુમ સ્વામિનારાયણ, કલોલ સ્વામિનારાયણ મંદિરમાં ચાતુર્માસ દરમિયાન ધારણાં-પારણાં, નકોરડી એકાદશીઓ, એકટાંણાં, વચનામૃત, બાપાશ્રીની વાતોની પારાયણ વાંચવામાં આવશે. મણિનગર કુમકુમ મંદિરમાં પણ ભગવાનને વિશેષ શણગાર કરાશે.

આજથી વ્રતો(Devpodhi ekadashi)નો પણ પ્રારંભ

  • 20 જુલાઈથી નાની બાળકીઓના મોરાકત વ્રત-ગોયરો શરૂ થશે.
  • 21 જુલાઈથી જયા પાર્વતી વ્રત શરૂ થશે.
  • 23 જુલાઈએ ગુરુનું ઋણ ચૂકવવાનું પર્વ ગુરુપૂર્ણિમા
Devpodhi ekadashi

આ પણ વાંચોઃ Dog breeding and marketing: રાજ્યમાં ડૉગ બ્રીડીંગ અને માર્કેટિંગની પ્રવૃત્તિઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત- વાંચો વિગત