Dwarkadhish

Dwarkadhish: દ્વારકામાં ભગવાન શ્રીદ્વારકાધીશ ને અખાત્રીજના પાવન અવસરે ચંદનનો મનમોહક શૃંગાર કરવામાં આવ્યો

Dwarkadhish: કોરોના વાઈરસની મહામારીને લીધે બંધ દ્વારે અક્ષય તૃતીયાની ઉજવણી કરવામાં આવી

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૪ મે:
Dwarkadhish: ઉનાળાની ઋતુ હોવાથી પરંપરાગત રીતે ઠાકોરજીને કેરી-શિખંડ જેવા ઠંડા વ્યંજનોનો ધરાયો ભોગ, ભગવાન શ્રી દ્વારકાધીશજીના મંદિરમાં આજરોજ અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે ચંદનના વિશેષ શૃંગાર કરવામાં આવ્યા હતા.

Dwarkadhish 2

ભગવાન દ્વારકાધીશજી (Dwarkadhish) તેમજ અન્ય વૈષ્ણવ સંપ્રદાયોના મંદિરમાં ગરમીની મોસમમાં વધુ સુખાકારીમાં પ્રભુ રહે તેવી ભાવનાથી પુજારી પરીવાર દ્વારા ચંદનના લેપ કરી ચંદન વાધાના મનમોહક શૃંગાર કરવામાં આવે છે એ જ રીતે ચંદનના શૃંગાર બાદ શ્રીજીને વિશેષ ભોગ ધરાવામાં આવે છે જેમાં પ્રભુને કેરીનો મુરબ્બો,ચણાની મીઠી દાળ,મગની ખારી દાળ,કેરી, કેરીનો રસ, શિખંડ જેવા ઠંડા વ્યંજનો ધરાવવામાં આવ્યા હતા અખાત્રીજના ઉત્સવ નિમિત્તે બપોરે 12વાગે શ્રીજીની વિશેષ આરતી કરવામાં આવી હતી

Whatsapp Join Banner Guj

આજરોજ અખાત્રીજથી રથયાત્રા સુધી શ્રીજીને (Dwarkadhish) સવારના શૃંગારમાં ડબલ પિછોડાબંધ પરધની ધોતી,ઉપરણા તથા મલ્લકાછ ઉષ્ણકાલીન શૃંગાર કરવામાં આવશે.આ સાથે મોતી,છીપ, ચંદન વગેરે જેવા અલંકારો ધરાવવામાં આવશે શ્રીજીને પીછવાઈ વગેરેમાં ખસની સાદડી બાંધી જલનો છંટકાવ કરી સુખાકારીનો ભાવ કરવામાં આવશે.સાંજના 7 વાગ્યે તીથી મુજબ પરંપરા અનુસાર જુઈ, ડોલર, ચમેલી,મોગરા વગેરે પુષ્પોનો શૃંગાર કરવામાં આવશે.આ સાથે શ્રીજીને ઉનાળાના આકરા તાપમાં ગરમીમાં રાહત રહે તે માટે આષાઢી એકમ સુધી પુષ્પ શૃંગાર કરવામાં આવનાર છે.

આ પણ વાંચો…Corona mukt gaam: ઝાલાવાડના લટુડા ગામની મહિલાઓએ તેમના ગામને કોરોના મૂક્ત બનાવવા લીધી આગેવાની