vishnu210

આજે નિર્જળા એકાદશી(Ekadashi): મહાભારત, સ્કંદ અને પદ્મ પુરાણ પ્રમાણે જાણો ભીમ એકાદશીનું મહત્વ

ધર્મ ડેસ્ક, 21 જૂનઃ નિર્જળા એકાદશી વ્રત જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવે છે. આ વ્રત દરમિયાન સૂર્યોદયથી લઇને બીજા દિવસ એટલે બારસ તિથિના સૂર્યોદય સુધી પાણી પીવામાં આવતું નથી. આ કારણે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. આ વ્રત 21 જૂનના રોજ કરવામાં આવશે. તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે કેમ કે મહર્ષિ વેદવ્યાસ પ્રમાણે સૌથી પહેલાં આ વ્રત દ્વાપર યુગમાં ભીમે કર્યું હતું.

નિર્જળા એકાદશીએ લોકોને પાણી પીવડાવવું અને જળ દાન કરવાની પરંપરા છે. આ દિવસે અનાજ, જળ, તલ, કાપડ, આસન, બૂટ, છત્રી, પંખો અને ફળનું દાન કરવું જોઈએ. સાથે જ જળથી ભરેલાં ઘડા કે કળશનું દાન કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ શકે છે.

Ekadashi

આ દિવસે પાણી અને તલનું દાન કરવાથી પિતૃઓ પણ તૃપ્ત થઈ જાય છે. આ વ્રત કરવાથી બધી જ એકાદશીના દિવસે અનાજનું સેવન કરવાનો દોષ પણ દૂર થાય છે અને બધી જ એકાદશી વ્રતનું પુણ્ય મળે છે. શ્રદ્ધાથી જેઓ આ એકાદશીનું વ્રત કરે છે, તેઓ દરેક પ્રકારના પાપથી મુક્ત થઈ જાય છે.

એકાદશી સ્વયં વિષ્ણુ પ્રિયા છે. ભગવાન વિષ્ણુને આ તિથિ પ્રિય હોવાથી આ દિવસે જપ-તપ, પૂજા અને દાન કરનાર લોકો ભગવાન વિષ્ણુને પ્રાપ્ત કરે છે. જીવન-મરણના બંધનથી મુક્ત થઈ જાય છે. આ વ્રતને દેવવ્રત પણ કહેવામાં આવે છે કેમ કે બધા દેવતા, દાનવ, નાગ, યક્ષ, ગંધર્વ, કિન્નર, નવગ્રહ વગેરે પોતાની રક્ષા અને શ્રીવિષ્ણુની કૃપા મેળવવા માટે એકાદશીનું વ્રત કરે છે.

આ પણ વાંચોઃ Yoga day: યોગથી વ્યક્તિનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છેઃ રાજ્યપાલ