Kumkum mandir holi: કુમકુમ મંદિર ખાતે કૂલદોલોત્સવ ઉજવાયો.

Kumkum mandir holi: શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા તા. ૧૮ માર્ચને શુક્રવારના રોજ ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

  • Kumkum mandir holi: આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને રંગબેરંગી ફુલોથી સુશોભિત કરેલા હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા.
  • આ પસંગે નંદપદવીના સંતો રચિત કીર્તનો ગવાશે અને ઔચ્છવ કરવામાં આવશે.
  • અંતમાં સૌને ધાણી – ખજૂર – ચણાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

અમદાવાદ, 19 માર્ચ: Kumkum mandir holi: કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ફુલદોલોત્સવ – રંગોત્સવ અંગે જણાવ્યું હતું કે, ધુળેટી ને ફુલદોલોત્સવ, રંગોત્સવ કે પોંખોત્સવ પણ કહેવામાં આવે છે. આ કુલદોલોત્સવના પ્રારંભ માટે એમ માનવામાં આવે છે કે,એક વખત અર્જુન અને યાદવોની સાથે શ્રી કૃષ્ણ ભગવાન એકવાર રેવતાચળ – ગિરનારમાં ગયા હતા ત્યાં યાદવોએ શ્રીકૃષ્ણને અને અર્જુનને પ્રસન્ન કરવા હિંડોળાની રચના કરી હતી.

અને તેમાં તેમને બેસાડીને ઝુલાવ્યા હતા.ત્યારથી એ બંને નરનારાયણ નામે પ્રસિધ્ધિને પામ્યા અને પુષ્પદોલોત્સવનો પ્રારંભ થયો.આમ,ભગવાનને ફૂલના હિંડોળામાં ઝુલાવવામાં આવે તેને પુષ્પદોલોત્સવ કે ફૂલદોલોત્સવ કહેવામાં આવે છે.

Kumkum mandir holi

“ફૂલદોલોત્સવ” શ્રી (Kumkum mandir holi) સ્વામિનારાયણ ભગવાનનો અતિ પ્રિય ઉત્સવ હતો. આ ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ભગવાન દર વર્ષે જુદે – જુદે સ્થળે ઉજવતા. ધોરાજીથી માંડી, ગઢડા, લોયા, પંચાળા, બોટાદ, સારંગપુર, વડતાલ આદિ ગામની રજકણો આ કેસૂડાંના રંગે રંગાયેલી છે.જે ઉત્સવમાં ભગવાન અને તેમના સંતોનાં દર્શન થાય એટલે એ ઉત્સવ માત્ર ઉજવણી નહીં પણ એક અવસર બની જાય છે. વડતાલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બાર – બાર બારણાંના હિંડોળમાં ઝુલાવામાં આવ્યા હતા અને સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને બાર – બાર સ્વરુપે બિરાજીને દર્શન આપ્યા હતા.

Kumkum mandir holi

સર્વે ઉત્સવોમાંય રંગોત્સવનો ઉત્સવ એ (Kumkum mandir holi) સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિરમોડ રહ્યો છે. ભગવાન આ “કુલદોલોત્સવ” ખૂબ ધામધૂમથી ઉજવતા.આ ઉત્સવની સ્મૃતિ માટે આજેય સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં છેલ્લા ર૦૦ વર્ષથી આ ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર ગુલાલ છાંટવામાં આવે છે. કેસુડાંના જળથી તૈયાર કરવામાં આવેલો રંગ શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર અને સંતો – ભક્તો ઉપર છાંટવામાં આવે છે. ભગવાનને ધાણી તથા હારડાંના હારના શણગાર સજવામાં આવે છે.

આ પણ વાંચો..Additional first AC coaches in trains: રાજકોટ ડિવિઝનની આ બે જોડી ટ્રેનોમાં વધારાના ફર્સ્ટ એસી કોચ ઉમેરવામાં આવશે

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.